Walnut Halwa Recipe: હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. તેવામાં ઠંડીથી બચવા માટે અવનવા નુસખાઓ અપનાવતા રહે છે. શરીરને બહારથી બચાવવા માટે માણસ ગરમ કપડાંનો સહારો લે છે. જ્યારે શરીરને અંદરથી ગરમ રાખવા માટે વસાણાં ખાય છે. ત્યારે ગુંદના લાડુ, અડદિયા, સાલમપાક, મગ દાળનો હલવો સહિત અનેક વસાણાં શિયાળા દરમિયાન આરોગે છે.અને પોતાના શરીરને ગરમ રાખે છે સાથે સાથે સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. શિયાળાની ઋતુ ઠંડી સાથે સાથે અનેક બીમારીઓ લઈને આવે છે તેથી લોકો આ ઋતુ દરમિયાન હેલ્થની ખૂબ જ કાળજી લે છે. જેને લીધે જ તેઓ શિયાળામાં વસાણાં ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે એકના એક વસાણાં ખાઈને કંટાળી ચૂક્યા છો તો તમારા માટે આજે અમે કૈંક નવું લઈને આવ્યા છે જે ટેસ્ટી તો છે જ પણ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. જો તમારે પણ વસાણાં સિવાય આ શિયાળામાં કૈંક અલગ ટ્રાય કરવું છે તો તે છે અખરોટનો હલવો. જે તમારા શરીરને અંદરથી ગરમ પણ રાખશે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે. સાથે જ ટેસ્ટમાં તો તે બેસ્ટ જ છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અખરોટનો હલવો બનાવવા માટેની સાચી રીત. નોંધી લો ફટાફટ રેસિપી..
અખરોટનો હલવો બનાવવા માટેની સામગ્રી-
-3 કપ ફોલેલા અખરોટ
-1 ચમચી એલચી પાવડર
-3 કપ દૂધ
-1 કપ માવો
-1 કપ મિલ્ક પાવડર
-5 ચમચી દેશી ઘી
- ખાંડ સ્વાદ મુજબ
અખરોટનો હલવો બનાવવા માટેની રીત
અખરોટનો હલવો બનાવવા માટે સૌપ્રથમ અખરોટને તોડીને તેમાંથી અખરોટના બધા પીસને બહાર નિકાળી લો. ત્યારબાદ મિક્ષરમાં અખરોટને બરછટ પીસી લો હવે મધ્યમ આંચ પર એક તવો મૂકો અને તેમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે પેનમાં અખરોટનો પાઉડર ઉમેરીને બરાબર શેકી લો. આ પછી તેમ માવો અને મિલ્ક પાઉડર એડ કરો અને થોડી વાર શેકી લો. બધી સામગ્રી સારી રીતે શેક્યા પછી તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં એલચી પાવડર અને ખાંડ નાખીને મિક્સ કરો. હવે હલવાને ત્યાં સુધી બરાબર પકાવો જ્યાં સુધી દૂધ સંપૂર્ણપણે બળી ન જાય. હલવામાંથી ધીમે ધીમે ઘી છૂટું પડવા લાગશે ત્યારે ગેસને બંધ કરી લો અને ગરમાગરમ અખરોટના હલવાને સર્વ કરો.