Remedy To Get Rid of Sunburn: ઉનાળાની ઋતુમાં સનબર્ન એક સામાન્ય સમસ્યા છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. અહીં જાણો કેટલીક સરળ અને કુદરતી રીતો
સનબર્નની સમસ્યાથી કઈ રીતે મેળવશો છુટકારો?
ઉનાળાની ઋતુમાં સનબર્ન જેવી સમસ્યા થવી સામાન્ય બાબત છે. ઘણી વખત લોકોને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે ત્વચા તડકામાં બળે છે. ત્યારે ત્વચા પર ખૂબ જ બળતરા થાય છે. ખાસ કરીને જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે, તેઓ ખૂબ જ ઝડપથી સનબર્નનો શિકાર બને છે. જો તમારી સાથે આવું થાય છે તો અહીં કેટલીક કુદરતી રીતો છે જે સન ટેન દૂર કરી શકે છે અને ત્વચાને આરામ આપી શકે છે.
સનબર્નથી કેવી રીતે મેળવશો રાહત?
સનબર્નથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. પછી તેને સોફ્ટ ટુવાલ વડે લૂછી લો. પછી તેના પર એલોવેરા જેલ લગાવો. તમે ફ્રીજમાં રાખેલ એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો એલોવેરા અને કાકડીનું પાણી પણ ચહેરા પર લગાવી શકો છો.
આ રીતે તૈયાર કરો ક્યૂબ્સ?
સનબર્નનો સામનો કરવા માટે તમે બરફ લગાવી શકો છો. તેને વધુ અસરકારક બનાવવા માટે, એલોવેરા જેલને બરફની ટ્રેમાં ફ્રીઝ કરો. ત્યાર બાદ તેને ત્વચા પર લગાવો.
સનબર્નથી બચવા શું કરવું
- સનસ્ક્રીન લગાવો
- તમારા ચહેરાને યોગ્ય રીતે ઢાંકો
- સનગ્લાસ પહેરો
- હાથની સ્કિન માટે ઉનાળામાં કોટ પહેરો
- ફુલ પેન્ટ અને મોજાં પહેરો
- પુષ્કળ પાણી પીવો
આ પણ વાંચો: Health Tips:રાત્રે ઇઅર ફોન લગાવીને સંગીત સાંભળતા ઊંઘવાની આદત છે તો સાવધાન, આ કિસ્સો આપના માટે લાલબતી સમાન
Health Tips:મેડિકલ એક્સપર્ટનું માનવું છે કે, કેટલાક લોકો વધુ વોલ્યૂમ સાથે ઇઅર ફોન લગાવીને સાંભળે છે. જો કે રાતના સમયે આવું કરવું જોખમ ભર્યું છે.
એક વિદ્યાર્થી રાત્રે સૂતી વખતે કાનમાં ઇયર ફોન લગાવીને ઊંઘી ગયો હતો. આખી રાત તેમણે ઇઅર ફોન દ્રારા ગીતો સાંભળ્યાં, પરંતુ જ્યારે સવારે તે જાગ્યો તો એક કાનમાં બિલકુલ સંભાળવાનું બંધ થઇ ગયું. જાણકારોના મુજબ રાત્રે સુતી વખતે તેમણે બંને કાનમાં ઇઅર ફોન લગાવ્યાં હતા પરંતુ સદભાગ્યે ઊંઘમાં એક કાનમાથી ઇઅર ફોન નીકળી ગયો હતો અને બીજા કામમાં આખી રાત ઇઅર ફોન લગાવેલ હતો અને ફુલ વોલ્યૂમ સાથે ગીતો ચાલું હતા,જેથી એક કાનમં બહેરાશ આવી ગઇ.
'mail online' મુજબ આ મામલો તાઇવાન છો. તાઇવાનમાં તાઇચુંગ શહેરમાં એશિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આ વિધાર્થી વધુ તો માહિતી નથી મળી પરંતુ સેકેન્ક યરના આ વિદ્યાર્થીની એક ભૂલના કારણે તેમણે આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વિદ્યાર્થીનું સદભૂાગ્ય એ રહ્યું કે, તેમને સમયસર ડોક્ટરની સલાહ લીધી અને થોડા દિવસમાં જ તેમની એક કાનમાં બહેરાશનની જે સમસ્યા હતીતે દૂર થઇ ગઇ.
department of otorhinolaryngologyના નિર્દેશક ડોક્ટર તિયાન હુઇજીએ સલાહ આપી છે કે, રાત્રે સૂતી વખતે મ્યુઝિક સાંભળા માટે ઇઅર ફોનનો ઉપયોગ બિલકુલ ન કરવો . તેમણે આવી પણ સલાહ આપી છે કે, જો આવી કોઇ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી.
એક્સપર્ટનું માનવું છે કે, લોકો અનેક વખત દિવસમાં પણ હાઇ વોલ્યૂમ સાથે ઇઅર ફોન લગાવીને મ્યુઝિક સાંભળે છે. જો કે રાત્રે આ આદતના કારણે બહેરાશ આવી શકે છે. 'omg taiwan' સાથે વાતચીત કરતા ડોક્ટર હુઇજીએ કહ્યું કે, રાત્રે સૂતી વખતે વ્યક્તિના શરીરમાં લોહીનું સર્ક્યુલેશન ખૂબ જ ધીમું થતું હોય છે. જેના કારણે સેલ્સને વધુ અવાજ સહન કરવા માટે પુરતા પ્રમાણમાં બ્લડ નથી મળતું .જેના કારણે રાત્રે સૂતી વખતે ઇઅર ફો ન લગાવીને સાંભળું ખતરનાક છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.