Health:શિયાળાની ઋતુ ચાલી રહી છે. આપણે બધા રજાઇ અને ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો રજાઇમાં ચહેરો ઢાંકીને સૂવાનું પસંદ કરે છે પરંતુ તેમને આમ કરવાની મનાઈ છે, કારણ કે તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. રજાઈ અથવા ધાબળામાં ચહેરો ઢાંકીને સૂવાથી ગૂંગળામણ થઈ શકે છે અને રક્ત પરિભ્રમણ પ્રભાવિત થઈ શકે છે. આનું કારણ એ છે કે જ્યારે આપણું મોં ઢાંકવામાં આવે છે, ત્યારે શરીરને તાજો ઓક્સિજન મળતો નથી અને માત્ર ખરાબ ઓક્સિજન શરીરની અંદર જતો રહે છે. સાથે જ મોં ઢાંકીને સૂવાથી મેટાબોલિઝમ પર પણ અસર પડે છે. ચાલો જાણીએ તેના ગેરફાયદા.


મોં ઢાંકીને સુવાની આદતના નુકસાન


 ફેફસાંને નુકસાન થઈ શકે છે


મોઢું ઢાંકીને સૂવાથી તાજા ઓક્સિજનની યોગ્ય માત્રા શરીરમાં પહોંચતી નથી. આનાથી ફેફસાં પર ખરાબ અસર પડે છે અને તેનાથી ગૂંગળામણ કે હાર્ટ એટેક જેવી ખતરનાક પરિસ્થિતિ પણ સર્જાઇ  શકે છે. ઘણા કિસ્સાઓમાં, ફેફસાં સંકોચાઈ પણ જાય છે. તેથી શિયાળામાં મોઢું ઢાંકીને સૂવું આરોગ્ય માટે હિતકારી નથી.


 ત્વચાની સમસ્યાઓ વધી શકે છે


હેલ્થ એક્સપર્ટના મતે શિયાળામાં મોઢું ઢાંકીને સૂવાથી સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. રજાઇ અથવા ધાબળાની અંદર રહેલી ખરાબ હવા ત્વચાને કાળી કરી શકે છે. તેનાથી ત્વચા પર ચકામા પણ થઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકોને ખબર હોતી નથી કે મોં ઢાંકીને સૂવાના કારણે આવું થઈ રહ્યું છે. તેથી આ આદતને તરત જ બદલવી જોઈએ.


સૌથી વધુ જોખમ કોને છે?


હેલ્થ એક્સપર્ટના મતે જે લોકોને અસ્થમા, સીઓપીડી કે અન્ય કોઈ શ્વાસની બીમારી હોય તેમણે ભૂલથી પણ મોઢું ઢાંકીને ન સૂવું જોઈએ. આવા લોકો માટે તે જીવલેણ પણ બની શકે છે. અસ્થમા કે અન્ય બીમારીઓથી પીડિત દર્દીઓના ફેફસાં નબળા પડી જાય છે, આવી સ્થિતિમાં તેઓ મોં ઢાંકીને યોગ્ય માત્રામાં ઓક્સિજન મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, અસ્થમાનો હુમલો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી આવા દર્દીઓએ ક્યારેય મોઢું ઢાંકીને સૂવું ન જોઈએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો