તમે ઘણીવાર જોયું હશે કે લોકો ઉભા રહીને પાણી પીવાની ના પાડે છે અને તેઓ માને છે કે ઉભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે. જેમાંથી એક ઘૂંટણને નુકસાન છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પાણી અથવા કોઈપણ પ્રવાહીને ઊભા રહીને પીવું જોઈએ નહીં પરંતુ બેસીને પીવું જોઈએ. એવું કહેવાય છે કે જો તમે ઉભા રહીને પાણી પીઓ છો, તો તે પાચન પ્રક્રિયાને બગાડે છે અને ખોરાકને પચાવવામાં મુશ્કેલી આવે છે, જેનાથી કબજિયાત થાય છે.


એવું પણ કહેવાય છે કે આવું કરવાથી કિડની સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓ અને મુશ્કેલીઓ થઈ શકે છે. તેથી ઊભા રહીને પાણી ન પીવું જોઈએ. આ એક ખૂબ જ સામાન્ય માન્યતા છે કે ઉભા રહીને પાણી પીવાથી સાંધાનો દુખાવો થાય છે, આ સિવાય, ઉભા રહીને પાણી પીવાથી તમારા ફેફસાંને પણ અસર થાય છે અને ફેફસાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. ઘણીવાર ઘરના વડીલો પણ કહે છે કે ઉભા રહીને પાણી પીવાથી તરસ નથી છીપાતી અને વારંવાર તરસ લાગે છે.


ICMR શું કહે છે?


આપણા દેશની સૌથી મોટી મેડિકલ રિસર્ચ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પાણી પીવાને લઇને જાણકારી આપી હતી. આઇસીએમઆરનું કહેવું છે કે મેડિકલ સાયન્સમાં એવો કોઈ પુરાવો નથી કે ઊભા રહીને પાણી પીવાથી તમારા પગ અને શરીરને કોઈ નુકસાન થતું હોય. આના સમર્થનમાં કોઈ નક્કર તથ્યો કે પુરાવા જોવા મળ્યા નથી. તેથી તમે ઊભા રહીને કે બેસીને પાણી પીઓ તેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી.


નિષ્ણાતો શું કહે છે


હવે ICMR એ પણ પુષ્ટી કરી છે કે તમે કોઈપણ રીતે પાણી પી શકો છો. ઊભા રહીને પાણી ન પીવાની વાત જૂની ખોટી માન્યતા છે. જેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. એવું નથી કે  આ બધી સમસ્યાઓ ઉભા રહીને પાણી પીવાથી થાય છે અને આ બીમારીઓનો સીધો સંબંધ ઉભા રહીને પાણી પીવા સાથે નથી. તેથી તમે ઊભા રહીને કે બેસીને પાણી પીઓ તેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી.


કેટલું પાણી પીવું


બસ એટલું ધ્યાનમાં રાખો કે તમારે દરરોજ પુષ્કળ પાણી પીવું પડશે, તેથી દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને ઉનાળામાં પાણી પીવાનું વધારવું જોઇએ.