ગાયના દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંરતુ શું તમે જાણો છો કે ઊંટના દૂધમાં ગાયના દૂધ જેટલું જ પ્રોટીન હોય છે. 'ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલ'ના ન્યુટ્રીશન અને ડાયેટીક હેડ અનુસાર, ઊંટના દૂધમાં ગાયના દૂધ જેટલું જ પ્રોટીન, કેલ્શિયમ, ફેટ અને આયર્ન હોય છે. સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને હંમેશા સલાહ આપવામાં આવે છે કે તેમના આહાર અને લાઈફસ્ટાઈલને હંમેશા કંટ્રોલમાં રાખે જેથી તેમનું સુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહે.



હંમેશા એ સવાલ પૂછવામાં આવે છે કે ડાયાબિટીસમાં શું કરવું અને શું ન કરવું. શું તમને ખબર છે કે ઊંટના દૂધથી ડાયાબિટીસ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. હાલમાં જ કરવામાં આવેલા રિસર્ચ મુજબ, ઊંટનું દૂધને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે. તે એન્ટીઑકિસડન્ટ અને લેક્ટોફેરિનની ભારે માત્રા હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઈન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે.


ઊંટના દૂધમાં રહેલું કાર્બોહાઇડ્રેટ જે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી વધુ ફાયદાકારક છે. તેમાં રહેલા  લેક્ટોઝની માત્રા પણ ઓછી હોય છે જે ડાયાબિટીઝ ટાઇપ 1 અને ટાઇપ 2  માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા રિસર્ચમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે  500ml સુધી દરરોજ પીવાથી તેની અસર લોહીમાં સ્પષ્ટપણે જોવા મળે છે.



સલાહકારોનું માનીએ તો ઊંટના દૂધને કાચું પીવાથી વધુ ફાયદો થાય છે. તેને લાંબા સમય સુધી ઉકાળવાથી તેના ઘણા ફાયદા ખતમ થઈ જાય છે. તેને ક્યારેય લાંબા સમય સુધી ઉકાળીને ન રાખવું જોઈએ.  હા તેને ચીઝ, પનીર, બેકડ ગુડ્સ અથવા પાવડરના રૂપમાં પણ લઈ શકાય છે. ડાયટીશિયન ગરિમા ગોયલના મુજબ, 4 કપ ઊંટનું દૂધ સામાન્ય રીતે 52 યુનિટ ઈન્સ્યુલિનની સમકક્ષ હોય છે   જો કોઈ વ્યક્તિ તેને તેના આહારમાં લે છે  તો તેના લોહીમાં સુગર લેવલમાં ઘણો સુધારો જોવા મળી શકે છે.


ઊંટનું દૂધ ગાયના દૂધ કરતાં ઘણું મોંઘું છે. 200 ગ્રામ દૂધનો પાવડર આશરે 700 રુપિયાની આસપાસ મળે છે. આ સામાન્ય લોકો માટે દરરોજનું લેવુ મુશ્કેલ છે. ગાયની સરખામણીમાં ઊંટનું દૂધ ખૂબ જ ઓછું છે. ગાય દિવસમાં 24 લિટર જેટલું દૂધ આપે છે જ્યારે ઊંટ દરરોજ માત્ર 6 લિટર આપે છે. ઊંટ પ્રેગ્નન્સીના 13 મહિના સુધી જ દૂધ આપી શકે છે, આ જ કારણ છે કે ઊંટનું દૂધ આટલું મોંઘું છે. સ્વાસ્થ્યના હિસાબે પરંપરાગત રીતે કાચું ઊંટનું દૂધ પીવું ફાયદાકારક છે, પરંતુ તેનાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો વધી જાય છે. જે લોકો ખૂબ જ નાજુક રોગપ્રતિકારક શક્તિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે જેમ કે સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધ લોકોએ તેને પીવાનું ટાળવું જોઈએ.