Hunt Syndrome Symptoms: આ બીમારીનું નામ રામસે હંટ સિન્ડ્રોમ છે.  તે એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસનું નામ વેરિસેલા ઝોસ્ટર છે. તે કાનની નજીકના ચહેરાના જ્ઞાનતંતુને અસર કરે છે.


ફેમસ સિંગર જસ્ટિન બીબરે હાલમાં જ પોતાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. વાસ્તવમાં સિંગર જસ્ટિન બીબર ગંભીર બીમારીથી પીડિત છે. તેના ચહેરાની એક બાજુ લકવાગ્રસ્ત થઈ ગઈ છે. આ બીમારીનું નામ રામસે હંટ સિન્ડ્રોમ જણાવવામાં આવી રહ્યું છે. તે એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસનું નામ વેરિસેલા ઝોસ્ટર છે. તે કાનની નજીકના ચહેરાના જ્ઞાનતંતુને અસર કરે છે. ચાલો આ રોગ વિશે વિગતવાર જાણીએ.


 આંખને ઝપકાવી નથી શકતા


સિંગર જસ્ટીન બીબરે તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે જણાવ્યું કે, તે હાલમાં કઈ બીમારીથી પીડિત છે. તેના ચહેરાની જમણી બાજુ લકવાગ્રસ્ત થઈ ગઈ છે. આ કારણે તેણે તેના આગામી સપ્તાહના સ્લીપ શોને હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. જસ્ટીનને વીડિયોમાં કહ્યું છે કે, તેની આંખોને ઝબકાવી શકતો નથી.  જસ્ટિન કહે છે કે તેને ભગવાનમાં વિશ્વાસ છે અને આશા છે કે સમયસર બધું બરાબર થઈ જશે. આ દરમિયાન તે આરામ કરશે અને ચહેરાની કસરત કરી રહ્યો છે.


 શું છે રામસે હંટ સિંડ્રોમ


રામસે હન્ટ સિન્ડ્રોમ એક પ્રકારનો વાયરસથી થતું સંક્રમણ  છે. તે વેરીસેલા ઝોસ્ટર વાયરસને કારણે થાય છે. ચિકનપોક્સ પણ આ વાયરસથી થાય છે. આ વાયરસ ક કાનની ચહેરાના ચેતાને અસર કરે છે. જેના કારણે ફેશિયલ પેરાલીસીસ થવાની ભીતિ રહે છે. આ સિવાય  વર્કિગો, કાનમાં ઘા, જેવી પણ  સમસ્યા પણ થઇ શકે છે.એક રિપોર્ટ અનુસાર, આ ખૂબ જ પીડાદાયક સ્થિતિ છે. આ રોગ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં માથાની ચોક્કસ ચેતા વાયરસથી પ્રભાવિત થાય છે.


 શું છે તેના લક્ષણો



  • કાનમાં દુખાવો

  • એકબાજુ ન સંભળાવવું

  • ચહેરાની એક બાજુ વિકનેસ લાગવી

  • આંખ બંધ કરવા અને ઝપકાવવામાં તકલીફ થવી.


Disclaimer:એબીપી અસ્મિતા  આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી.આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહાર પદ્ધતિને  અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.