Health Tips: દુનિયાભરમાં ઘણા બધા લોકો સવારના નાસ્તામાં ઈંડા અથવા આમલેટ ખાવાનું પસંદ કરે છે, પરંતુ સવાલ એ છે કે વધારે પ્રૉટીનવાળા ખોરાકને કેવી રીતે ખાવો જોઈએ ? જો તમે સવારના નાસ્તામાં આમલેટ અથવા ઈંડા ખાઓ છો તો તેમાં ઘણીબધી શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે તેમાં ફાઈબરની માત્ર વધારે પ્રમાણમાં હોવાથી શરીર માટે ફાયદાકારક છે.


ભૂખ્યા પેટે વેજી આમલેટ ખાવું જોઈએ 
હેલ્થ એક્સપર્ટના મતે જો તમારું વજન ઘણું વધી ગયું હોય તો તમારે સાદા આમલેટને બદલે વેજી આમલેટ ખાવું જોઈએ. ઉપરાંત તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, અને તેના કરતા પણ બાફેલું વધારે સારું.


ઈંડાને વધારે સમય સુધી ના પકાવવા જોઇએ 
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તમે જેટલું ઈંડાને વધુ સમય સુધી રાંધશો તેટલા પોષકતત્વો તમે ગુમાવશો. જો તમે રોજ ઈંડા ખાઓ છો તો તમારે તેને હળવા હાથે ઉકાળવું જોઈએ. આમલેટ ખાવાને બદલે બાફેલા ઈંડા ખાવાનો પ્રયાસ કરો. જો તમે આમલેટ ખાઓ છો, તો તેમાં બધી શાકભાજી મિક્સ કરો. તેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થશે. જો તમે વેજી આમેલેટ બનાવતા હોવ તો સ્ટૉનવેર પાનનો ઉપયોગ કરો. જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો નારિયેળ તેલનો ઉપયોગ કરો. કારણ કે જ્યારે તેને ઊંચા તાપમાને રાંધવામાં આવે છે ત્યારે તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.


પૉલ્ટ્રી ફાર્મના ઈંડા અને મુર્ગી વધારે ના ખાવા જોઈએ 
હંમેશા આમલેટ બનાવતી વખતે સારા તેલનો ઉપયોગ કરવો જોઈએ જેથી કૉલેસ્ટ્રૉલ કંટ્રોલમાં રહે. આમલેટમાં નટ્સ અને એવાકાડો મિક્સ કરવાથી શરીરમાં હેલ્દી કૉલેસ્ટ્રૉલ રહેશે. વધારે પ્રમાણમાં ઈંડા ના ખાવા જોઈએ અને જો ખાવ છો તો દેશી ઈંડા ખાવા જોઈએ. જો તમે પૉલ્ટ્રીફાર્મ વાળા ઈંડા ખાવ છો તો વધારે માત્ર માત્રામાં ના ખાવા જોઈએ કારણ કે તેમાં મરઘીઓને કેમિકલ આપવામાં આવે છે જેથી તેમનું શરીર ફૂલી જાય છે.


જો તમે તમારા સ્વાસ્થ્યને લઈને જાગૃત છો તો તમારે બહારના ઈંડા અને આમલેટ ખાવનું ટાળવું જોઈએ, અને જો ખાવ છો તો તમારે નિયમિતપણે કસરત કરવી જોઈએ. જેથી તમારા શરીરમાં કૉલેસ્ટ્રૉલનું પ્રમાણ વધે નહી, જેનાથી તમારી સ્ટાઇલ સારી રહેશે. શરીર માટે પ્રૉટીન ખુબ જરૂરી છે પરંતુ તેના માટે તમે ખાલી ઈંડા પર જ નિર્ભર રહો એવું જરૂરી નથી.