Weight Loss Journey:વજન ઘટાડવા માટે તમારા મનપસંદ ખોરાકને છોડવાની જરૂર નથી. બહારનું ખાવાથી પણ વજન ઘટાડી શકાય છે અને પેટની ચરબી ગાયબ થઈ જશે. આ દાવો યુકેના એક પર્સનલ ટ્રેનર દ્વારા કરવામાં આવ્યો છે, ચાલો જાણીએ આ વજન ઘટાડવાની ટિપ્સ વિશે.


વજન ઘટાડવા માટે સૌથી પહેલી શરત  બહાર ન ખાવાનું છોડવાનું હોય છે. તમારે તમારા મનપસંદ ખોરાકને સંપૂર્ણપણે છોડી દેવો પડશે અને ઘણી મહેનત કરવી પડશે. પરંતુ એક પર્સનલ ટ્રેનરે એવો દાવો કર્યો છે જે જંક ફૂડના શોખીનોને ખુશ કરી દેશે. તેનું કહેવું છે કે પિઝા ખાવાની સાથે  તેણે માત્ર એક મહિનામાં 6 કિલો વજન ઘટાડ્યું છે અને તેનું પેટ ફ્લેટ  થઈ ગયું.


યુકેના 18 વર્ષીય પર્સનલ ટ્રેનર જેડન લીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવાની જર્ની શેર કરી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, તેણે સાબિત કરવું પડ્યું કે, વજન ઘટાડવા માટે, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડને સંપૂર્ણપણે છોડી દેવાની જરૂર નથી, તમારે ફક્ત કેલરીનું ઇનટેક કમ કરવાનું છે.  આ માટે તેણે 30 દિવસ સુધી દરરોજ નાની સાઈઝનો પિઝા ખાધો.


દાવા મુજબ, 31 જાન્યુઆરીએ ટ્રેનરનું વજન 161.60 પાઉન્ડ હતું. જે 31 દિવસ પછી લગભગ 13 પાઉન્ડ ઘટીને 148.37 પાઉન્ડ થઈ ગયું. આ સમયગાળા દરમિયાન, તેણે દરરોજ ફક્ત 2500 કેલરી લીધી  અને લગભગ 6 કિલો વજન ઘટાડ્યું, જેમાં તેના પેટની ચરબી દૂર થઈ ગઈ. તેની ઊંઘ પણ સુધરી અને એનર્જી લેવલ સુધર્યું.


પર્સનલ ટ્રેઈનરે જણાવ્યું કે પિઝા સિવાય તેના ડાયેટમાં હાઈ પ્રોટીન, હાઈ વોલ્યુમ અને ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાકનો સમાવેશ  કર્યો.  જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને એનર્જીની કમી ન થાય. આ ખોરાકમાં બનાના પ્રોટીન પેનકેક, ચોકલેટ પ્રોટીન ઓટ્સ, શાકભાજી સાથે સ્ક્રેમ્બલ્ડ ઇંડા અને કેળા, કિસમિસ અને પીનટ બટર સાથે બેગેલ્સનો સમાવેશ થાય છે.


જેડન લીએ કહ્યું કે, વજન ઘટાડવા માટે કોઈ ખાસ ખોરાક છોડવા કરતાં એક્સરસાઇઝ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. તેમની વજન ઘટાડવાની દિનચર્યામાં 45-મિનિટની ઉચ્ચ-તીવ્રતા વર્કઆઉટનો સમાવેશ થતો હતો, જેમાં કાર્ડિયો અને ક્યારેક સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ થતો હતો. તે દરેક માઈલ પછી લગભગ 10 મિનિટ ચાલતો હતો.


ઊંઘ દરમિયાન ન તો કોઈને પરસેવો પડે છે કે ન તો કોઈ મહેનત કરવી પડે છે. પરંતુ તેમ છતાં વજન ઓછું કરવા માટે પુરતી ઊંઘ પણ  ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ. ગાઢ ઊંઘ  ચયાપચય ઝડપી બને છે અને વધુ ચરબી બર્ન થાય છે.