બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને તે અવારનવાર તેની ફિટનેસ અને લાઈફ સ્ટાઈલ વિશે વીડિયો શેર કરતી રહે છે. તેમના પતિ ડૉ. શ્રીરામ નેને વ્યવસાયે ડૉક્ટર છે અને સૌથી સારી વાત એ છે કે, તેઓ ફિટનેસ, હેલ્થ ટિપ્સ, જીવનશૈલી અને સ્વાસ્થ્યને લગતા વિડિયો શેર કરીને લોકોને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરતા રહે છે.


ડો.શ્રીરામ નેનેનો વાયરલ વીડિયો


હાલમાં જ ડૉ. નેનેએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ નાસ્તાને લઈને ખાસ ટિપ્સ આપતા જોવા મળી રહ્યા છે.  તમણે નાસ્તામાં કઈ વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ. તે શરીરને શું નુકસાન પહોંચાડે છે? આ વિષય પર લોકોને માહિતગાર કર્યાં છે.


ડોક્ટર નેનેએ કહ્યું કે, નાસ્તામાં હંમેશા હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ કારણ કે, તે આપણા દિવસનું પહેલું ભોજન છે. આ ભોજન આપણે લાંબા સમય સુધી ખાલી પેટ પર રહીને લઈએ છીએ, તેથી તે સંપૂર્ણપણે હેલ્થી હોવું જોઈએ. ચાલો જાણીએ નાસ્તામાં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ.


નાસ્તામાં ભૂલથી પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો કેમ?


વ્હાઇટ બ્રેડ


સફેદ બ્રેડ ખાવાથી સ્થૂળતા, હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. આ સિવાય આ બ્રેડમાં ઘણી બધી ખાંડ ઉમેરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.


સુગર સિરિયલ્સ અનાજ


ખાંડવાળા અનાજનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો વધારે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘણું વધારે છે. જો તમે સવારે આ સુગરયુક્ત અનાજ ખાઓ છો, તો તે હાઈ બ્લડ લિપિડ લેવલ અને હૃદય રોગ તરફ દોરી શકે છે.


ફ્રૂટ જ્યુસ


ખાલી પેટે ફળોનો રસ ક્યારેય ન પીવો જોઈએ. કારણ કે. આ વસ્તુ  સુગર સ્પાઇકનું કારણ બની શકે છે. આ ઉપરાંત, તે દાંતની સમસ્યાઓનું કારણ બની શકે છે. સાથે જ તે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તેમાં સુગર હોવાથી વેઇટ પણ વધારે છે. તાજા ફળોમાં ફાયબર હોય છે અને તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો ફળોના જ્યુસના બદલે ફળોનું સેવન કરો.


પ્રોસેસ્ડ મી


નાસ્તામાં ક્યારેય પ્રોસેસ્ડ મીટ ન ખાવું જોઈએ. આના કારણે હાઈ બીપી અને હ્રદયની બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.


સ્વીટ યોગર્ટ


દહીં ખાવું જોઈએ પરંતુ મીઠો દહીં સ્વાસ્થ્ય માટે સારું નથી. ખાલી પેટે મધુર દહીં ખાવાનું ટાળવું જોઈએ. સ્વીટ યોગર્ટમાં  દહીંમાં પ્રોબાયોટીક્સ અને સારું કેલ્શિયમ હોય છે, તેને ખાલી પેટ ખાવાથી પેટના એસિડના કારણે સારા બેક્ટેરિયાનો નાશ થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો