Mental health: કોવિડ બાદથી માનસિક આરોગ્યના મુદ્દાને લઇ ગંભીરતા પહેલા કરતા વધુ વધી છે. કોરોના કાળમાં આ મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા થતા લોકો ડિમેન્શિયા અને ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. કેટલાક લોકોએ તો સુસાઇડ જેવા ખતરનાક પગલાં પણ ભરી લીધા હતા. જોકે હજુ પણ લોકો આ બાબતે ધ્યાન આપવાનું જરૂરી સમજતા નથી. જો કેટલીક બાબતો પર ધ્યાન રાખવામાં આવે તો મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા સામે લડી શકાય છે.


શું હોય છે મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા


મેન્ટલ હેલ્થમાં તમારા જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો જેવા ઘણા પરિબળોથી માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. જૈવિક પરિબળો એટલે કે જ્યારે મગજમાં રાસાયણિક પરિવર્તન આવે છે, ત્યારે વ્યક્તિને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. માનસિક પરિબળો વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સંકળાયેલા હોય છે. વ્યક્તિના સામાજિક સંજોગો સામાજિક કાર્યોમાં કેવા છે, તેની માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર પડે છે.


માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ
એન્ક્ઝાઈટી ડિસઓર્ડરમાં પેનિક ડિસઓર્ડર, ટ્રોમેટિક સ્ટ્રેસ રિલેટેડ ડિસઓર્ડર જેવી ઘણી વિકૃતિઓ હોય છે. આ સિવાય ગંભીર માનસિક બીમારીઓમાં સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર વગેરેનો સમાવેશ થાય છે. જો કે, તેની ટકાવારી સામાન્ય માનસિક વિકાર કરતા ઘણી ઓછી છે. બાળપણને લગતી કેટલીક વિકૃતિઓ છે, જેમ કે ઓટિઝમ, અટેન્શન-ડેફિસિટ હાયપરએક્ટિવ ડિસઓર્ડર, મૂડ ડિસઓર્ડર, ઇટિંગ ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર વગેરે. આજકાલ સબ્સ્ટેન્સ યુઝ ડિસઓર્ડરની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે.


મેન્ટલ હેલ્થને ફિટ રાખવા આટલું કરો

મેન્ટલ હેલ્થને ફીટ રાખવા માટે તમારે રેગ્યુલર રૂટિનને ફોલો કરવું ખૂબ જ જરૂરી રહેશે. તમારા મનને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. મનને સ્વસ્થ રાખવા માટે જીવનમાં તણાવ લેવાનું ખાસ ટાળો. આજકાલ લોકોને પૂરતી ઊંઘ પણ થતી નથી. તે માનસિક સ્વાસ્થ્યને ઘણી હદ સુધી અસર કરે છે. આવી સ્થિતિમાં ઊંઘની નિયમિતતા પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તમારા મનની વાત શેર કરો. જીવન વિશે સકારાત્મક વિચારસરણી રાખો. સારી વાતો વાંચો, લખો. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ, ધ્યાનનો અભ્યાસ કરો. માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે, તેને સ્ટિગ્માની જેમ ન લો. તમારા પરિવાર, મિત્રો સાથે વાત કરો. એવી વસ્તુઓ કે શોખ પૂરા કરો જે કરવામાં તમને આનંદ આવે છે.