Mosquito Coil Health Risk: ઉનાળો આવતાની સાથે જ મચ્છરો પણ ઘરોમાં ઘૂસી જાય છે. આપણે ભલે બારી-બારણાં બંધ રાખીએ, પરંતુ તેમ છતાં મચ્છર ઘરમાં ઘૂસી જાય છે અને પછી કરડે છે. મચ્છરો માણસનું જીવન મુશ્કેલ બનાવે છે. જ્યારે કેટલાક લોકો તેનાથી બચવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો કોઇલ સળગાવીને તેનાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કોઇલ તમારા જીવનને નરક બનાવી શકે છે અને અનેક બીમારીઓનું કારણ બની શકે છે.


ખરેખર, ઘણા લોકો ઘરની અંદર કોઇલ સળગતા રાખે છે. જ્યારે કોઇલ સળગાવવામાં આવે ત્યારે જે ધુમાડો નીકળે છે તે ઓરડાના પ્રદૂષણના સ્તરને વધારી શકે છે અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અથવા COPDનું કારણ બની શકે છે. એક અભ્યાસ મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈલમાંથી ધુમાડો શ્વાસમાં લે છે, તો તે 100 સિગારેટ પીવા બરાબર હોઈ શકે છે. એટલું જ નહીં, પૂજામાં ઉપયોગમાં લેવાતી અગરબત્તીઓનો ધુમાડો 50 સિગારેટ પીવા બરાબર છે.


બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક ડેટા અનુસાર, મુંબઈમાં દરરોજ ઓછામાં ઓછા 6 લોકો ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અથવા સીઓપીડીને કારણે જીવ ગુમાવે છે, જે ફેફસાંનો બળતરા રોગ છે. આ સ્થિતિ માત્ર મુંબઈની જ નથી, પરંતુ ભારતના ઘણા ભાગોમાં ઘણા લોકો આ રોગથી પીડિત છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસનો અંદાજ છે કે વર્ષ 2019માં ભારતમાં પ્રતિ 1,00,000 વસ્તીએ 98 ટકા લોકોએ COPDને કારણે જીવ ગુમાવ્યો હતો.


કોઇલ કેવી રીતે કામ કરે છે?


જૂની કોઇલ અને લાકડીઓ અગાઉ પાયરેથ્રમ પેસ્ટમાંથી તૈયાર કરવામાં આવતી હતી. જ્યારે પાયરેથ્રોઇડ જંતુનાશકો આજના મચ્છર કોઇલમાં નાખવામાં આવે છે અથવા તે સિટ્રોનેલા જેવા છોડમાંથી તૈયાર કરવામાં આવે છે. સિડની યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, એવા કોઈ પુરાવા નથી કે જંતુનાશક ધરાવતી મચ્છર કોઇલ સળગાવવાથી મેલેરિયા જેવા રોગોથી બચી શકાય છે અથવા પોતાને મચ્છરોથી બચાવી શકાય છે.


આરોગ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે તમે તમારી જાતને મચ્છરોથી બચાવવા માટે આ પગલાં અપનાવી શકો છો: -



  1. ફુલ સ્લીવ શર્ટ અને લાંબી પેન્ટ પહેરો.

  2. મચ્છરદાની સાથે સૂઈ જાઓ.

  3. મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે પાણી ભરાયેલું ન રાખો.

  4. તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો.

  5. સાંજે દરવાજા અને બારીઓ બંધ રાખો.

  6. મચ્છરોને જન્મતા અટકાવવા માટે, સમયાંતરે ફોગિંગ કરો.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવા અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.