Omicron Variant in India:કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તાજેતરમાં ભારતમાં જે બે દર્દીમાં ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. આ દર્દીઓમાં જે લક્ષણો જોવા મળ્યાં તે અન્ય વેરિયન્ટથી અલગ જોવા મળ્યાં છે. જાણીએ આ વેરિયન્ટના લક્ષણો કેવી રીતે અન્યથી જુદા છે.


કર્ણાટકમાં દેશમાં પહેલા 2 ઓમિક્રોન સંક્રમિત દર્દી મળ્યા બાદ શુક્રવારે સવારે સિંગાપુર અને બ્રિટેનથી તમિલનાડુ પહોંચેલા એક બાળક સહિત બે ઇન્ટરનેશનલ એર પેસેન્જરનો રિપોર્ટ પણ  કોરોના પોઝિટિવ આવ્યો છે.


ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની વાત કરીએ તો એક્સપર્ટનું માનવુ છે કે, આ વેરિયન્ટના લક્ષણો ડેલ્ટા જેટલા ગંભીર નથી. જેના કારણે સંક્રમિત લોકોને પણ તેનો ખ્યાલ નથી આવતો, આ ઓમિક્રોન વેરિયન્ટ સરળતાથી ફેલાઇ છે.


કર્ણાટકમાં જે  બે દર્દીમાં કોરોના ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા તેમાં હળવો માથામાં દુખાવો, થકાવટ, હળવી ખાંસી જોવા મળી હતી.સાઉથ આફ્રિકાના ડોક્ટરના જણાવ્યાં મુજબ આ વેરિયન્ટમાં સૌથી સારી વાત એ છે કે, ઓક્સિજન લેવલ ડાઉન થતું નથી જોવા મળ્યું.


એકસપર્ટના જણાવ્યાં મુજબ ઓમિક્રોન વેરિયન્ટમાં લોસ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટની સમસ્યા પણ નથી જોવા મળતી. કેટલાક કેસમાં ખાંસીની ફરિયાદ પણ નથી જોવા મળતી.ભારતમાં કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ. સુધાકર કહે છે, 'ઓમીક્રોન કેવી રીતે ફેલાય છે તે અત્યારે કહી શકાય નહીં? જેમને આ પ્રકાર મળ્યો છે, તેમનામાં કોઈ મોટી સમસ્યા જોવા મળી નથી. જેમ આપણે ડેલ્ટા વેરિઅન્ટમાં શ્વાસની ગંભીર સમસ્યાઓ સાથે જોયું તેમ, ઓમિક્રોનમાં અત્યારે આવા કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.


કૉવિડ -19 (Covid-19)ના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) એકદમ ખતરનાક ગણાવી દીધો છે. હાલમાં દુનિયાના 24થી વધારે દેશોમાં આ ઓમિક્રૉન વાયરસે કેર વર્તાવી દીધો છે, અને તે હજુ પણ ખતરનાક થવાની દિશામા આગળ વધી રહ્યો છે. વિશ્વના અનેક દેશોએ ઓમિક્રૉન વાયરસને લઇને બેઠકો શરૂ કરી દીધી છે, અને કેટલીય જગ્યાઓ પર પાબંદીઓ લગાવવાનુ શરૂ કરી દીધુ છે. જાણો શું છે ઓમિક્રૉન વાયરસ અને કઇ રીતે પડ્યુ તેનુ નામ ઓમિક્રૉન.... ગયા અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કૉવિડ વેરિએન્ટ B.1.529ને ઓમિક્રૉન નામ આપવાની સાથે જ આને વેરિએન્ટ ઓફ કન્સર્ન કહ્યું. 


 


આવુ નામ કેમ -  
સાર્સ કૉવ-2ના નવા વેરિએન્ટ કે સ્ટ્રેનનુ નામ આપવા માટે ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. આનુ કારણ એ છે કે આ વેરિએન્ટના વૈજ્ઞાનિક નામ બહુ જ લાંબા અને જટીલ હોય છે. આ કારણથી ભ્રમની સ્થિતિથી બચવા માટે સાર્સ કૉવ-2માં જ ગ્રીક વર્ણમાળાના અક્ષર જોડી દેવામાં આવે છે, જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ એ જ વાયરસ છે,પરંતુ આનુ મ્યૂટેશન થયુ છે. 


 


તો ઓમિક્રૉન કઇ રીતે - 
અત્યાર સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પહેલાથી જ સાર્સ કૉવલ-2ના વેરિએન્ટ માટે 12 ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. આ પછી ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકામાં નવો વેરિએન્ટ આવી ગયો. રોચક વાત એ છે કે આ રીતે તો ગ્રીક વર્ણમાળામાં મ્યૂ (Mu)ના પછી 13મો અક્ષર ન્યૂ (Nu) કે શી (Xi) નો નંબર આવી ગયો હતો, પરંતુ ડબલ્યૂએચઓએ આના પછીના અક્ષર ઓમિક્રૉનને પસંદ કરી લીધો.