Health Tips For Winter: શિયાળાની ઋતુમાં તમારે પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ ઋતુમાં તમારે વિવિધ પ્રકારના ફળ ખાવા જોઈએ. શિયાળામાં મળતા કેટલાક ફળનું સેવન કરવાથી બીમારી પણ દૂર રહે છે.
શિયાળામાં આ ફળોનું કરો સેવન
જામફળઃ જામફળ આ ફળોમાંનું એક છે. શિયાળાની ઋતુમાં જામફળ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરને ઘણા પ્રકારના ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે.
સંતરાઃ શિયાળાની ઋતુમાં બજારમાં સંતરા મોટા પાયે છે. તે વિટામિન સી અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરે છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે.
દાડમઃ શિયાળાની ઋતુમાં દાડમનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તે શિયાળામાં લોહીને પાતળું કરીને બ્લડપ્રેશરને ઠીક કરવામાં મદદ કરે છે. ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
કેળાઃ ઠંડીની ઋતુમાં કેળાનું પણ ખૂબ સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પાચનતંત્રને ઠીક રાખવામાં પણ મદદ કરે છે.
સફરજનઃ શિયાળામાં સફરજનનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. ઉપરાંત શરીરમાં થતી બળતરા ઘટાડવામાં મદદ કરે છે. સફરજન વિટામિન સી, ફાઈબરનો પણ ખૂબ સારો સ્ત્રોત માનવામાં આવે છે.
ડિસ્ક્લેમરઃ ઉપર આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી આધારિત છે. એબીપી ન્યૂઝ આવી કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.