બ્રિટને અત્યાર સુધીમાં 426 કેસની સિક્વન્સિંગ દ્વારા ઓળખ કરી છે. આ ચિંતાની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે, નવા પ્રકારનો ઓમિક્રોન BA.1 અલગ મ્યુટેશન નથી કરતો. જેના કારણે તેને ડેલ્ટાથી અલગ કરી શકાય.
બ્રિટેનમાં ઓમિક્રોનની વંશાવાલીથી આવ્યો એક નવો વેરિયન્ટ ઓમિક્રોન BA.1એ લોકોની ચિંતા વધારી છે. તેને હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) એ તેને વેરિએન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન (VUI) શ્રેણીમાં મૂક્યું છે, તેના વિશે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર, તે ફ્રાન્સ, ડેનમાર્ક અને ભારત સહિત 40 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. . આમાં લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા પણ ખૂબ જ ઝડપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બ્રિટને અત્યાર સુધીમાં સિક્વન્સિંગ દ્વારા 426 કેસની ઓળખ કરી છે. આ ચિંતાની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે, નવા પ્રકારનો ઓમિક્રોન BA.2 અલગ મ્યુટેશન નથી કરતો. જેના કારણે તેને ડેલ્ટાથી અલગ કરી શકાય. ડેનમાર્કના અધ્યયનકર્તાએ આશંકા વ્યક્ત કરી છે કે નવા પ્રકારને કારણે, ઓમિક્રોન વાયરસના કારણે વધતી જતી રોગચાળાના બે અલગ-અલગ પીક આવી શકે છે. દરમિયાન, જોન્સ હોપકિન્સ ખાતેના વાઇરોલોજિસ્ટ બ્રાયન જેલીએ આશંકા વ્યક્ત કરી છે કે,. ઓમિક્રોન BA.2 ફ્રાન્સ અને ડેનમાર્કની બહાર સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં વધુ ફેલાઇ શકે છે.
ડેનમાર્કમાં આ નવા વેરિયન્ટના 45% કેસ છે
UKHSA અનુસાર, આ નવા વેરિયન્ટના કેસ ભારત, સ્વીડન અને સિંગાપોર સહિત 40 દેશોમાં નોંઘાયા છે પરંતુ તેમાંથી મોટા ભાગના ડેન્માર્કમાં જોવા મળ્યા છે, જ્યાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં 45 ટકા કેસ ઓમિક્રોન BA.2 હોવાની આશંકા છે. અહીંની સ્ટેટ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક એન્ડ્રેસ ફોમ્સગાર્ડ દાવો કરે છે કે ઓમિક્રોન બા.2માં લોકોની રોગપ્રતિકારક શક્તિને તોડી નાખવાની વધુ ક્ષમતા પણ હોઈ શકે છે. જેના કારણે તે ઝડપથી ફેલાવવાની આશંકા છે.