Tongue Cleaning Tips: દરરોજ સવારે ઉઠીને દાંતની સફાઇ કરવાને સારુ માનવામાં આવે છે, પરંતુ જો તમે જીભની સફાઈને અવગણશો તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. જીભને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. આનાથી ઓરલ હાઇજીન જળવાઈ રહે છે અને તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો. જીભ સાફ ન કરવામાં આવે તો શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે. મોઢાની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. બેક્ટેરિયા ઘણા ગંભીર રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, અહીં જાણો જીભને સાફ કરવાની કેટલીક ટિપ્સ.
- મીઠું અને સરસવનું તેલ
જીભની સફાઈ માટે મીઠું ખૂબ જ સારું માનવામાં આવે છે. આ માટે સરસવના તેલના થોડા ટીપાં થોડા મીઠામાં મિક્સ કરીને જીભ પર લગાવો. આ પછી જીભ પર જમા થયેલી ગંદકીને બ્રશના પાછળના ભાગથી હળવા હાથે ઘસીને સાફ કરો.
- દહીં
જીભની સફાઈ માટે પણ દહીં ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. આ ગંદકી અને સફેદ પડને સારી રીતે દૂર કરે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ અને લેક્ટિક એસિડ મળી આવે છે. એક ચમચી દહીં લો અને તેને જીભ પર લગાવો અને બ્રશના પાછળના ભાગથી સાફ કરો.
- ખાવાનો સોડા અને લીંબુનો રસ
ખાવાનો સોડા જીભની ગંદકીને સારી રીતે સાફ કરે છે. થોડો ખાવાનો સોડા લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. તેની પેસ્ટ બનાવો અને આંગળીના ટેરવાથી જીભ પર મસાજ કરો. થોડી વાર પછી ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી જીભ સારી રીતે સાફ થઈ જશે.
- વેજિટેબલ ગ્લિસરીન
જીભની સફાઈમાં વેજીટેબલ ગ્લિસરીન પણ ઉપયોગી થઈ શકે છે. આ માટે થોડું ગ્લિસરીન લો તેને જીભ પર મૂકો અને તેને બ્રશથી સાફ કરો. આ પછી હુંફાળા પાણીથી ધોઈ લો. જીભ સારી રીતે સાફ થઈ જશે.
- હળદર
હળદર પણ જીભને સાફ કરવાના અનેક ઘરેલું ઉપાયોમાંથી એક છે. હળદર પાવડરમાં થોડો લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવો અને પછી તેને જીભ પર લગાવો અને આંગળીના ટેરવાથી મસાજ કરો. થોડી વાર પછી ગરમ પાણીથી ધોઈ લો.