Health tips:જે રીતે 7થી8 કલાક ગાઢ નિંદ્રાસ્વાસ્થ્ય માટે જરૂરી છે તેવી જ રીતે ઓવર સ્લિપિંગ પણ નુકસાનકારક છે. બહુ લાંબો સમય સુધી ઉંઘવાથી અનેક બીમારી થાય છે. ઓવલ સ્લિપિંગ અનેક રીતે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. શિયાળાની સિઝનમાં ખાસ કરીને લોકો લાંબો સમય સુધી ઉંઘવાનૂં પસંદ કરે છે પરંતુ તે આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
હેલ્ધી રહેવા માટે યોગ્ય સ્લિપિગ પેર્ટન ખૂબ જ જરૂરી છે. ઊંઘવાની ખોટી આદતો આપને બીમાર કરી શકે છે. વધુ સૂવાથી પીઠ દર્દીની પણ સમસ્યા થઇ શકે છે.
આખો દિવસ સૂતું રહેવું નિંદ્રાધિન રહેવું હાઇપરસોમનિયાનું લક્ષણ હોઇ શકે છે. વધુ સૂવાથી ડાયાબિટિશના ચાન્સ વધી જાય છે. એક સ્ટડીનું પણ એવું તારણ છે કે, વધુ સમય સુતી રહેવાથી વધુ ઊંઘ લેવાથી ડાયાબિટીશનું જોખમ વધી જાય છે.
બપોરેના કલાકો સુધી ઊંધી જવું અને સવારે મોડા ઉઠવું આ આદત આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી મેદસ્વીતા વધે છે. જે અન્ય બીમારીને નોતરે છે.
ઓવર સ્લિપિંગથી માથાના દુખાવાની પણ સમસ્યા રહે છે.તેમજ વધુ ઊંઘ ડિપ્રેશનને પણ વધારી શકે છે. ડિપ્રેશનની સમસ્યાથી પરેશાન 15 ટકા લોકો વધુ ઊંઘ લેતા હોય છે.
એક્સપર્ટના મત મુજબ વ્યક્તિએ 7-8 કલાકની ઊંઘ લેવી જોઇએ.આટલી ઊંઘ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પૂરતી છે.
વર્કઆઉટ પહેલા અને પછી કેટલું પાણી પીવું જોઇએ?
- વર્કઆઉટ પહેલા અને પછી કેટલું પાણી પીવું જોઇએ?
- એકસરસાઇઝના ફાયદા આપણે સૌ જાણીએ છીએ
- જરૂરી છે કે એક્સરસાઇઝ યોગ્ય રીતે કરવામાં આવે
- શું એક્સરસાઇઝ કરતાં પહેલા પાણી પીવું જોઇએ?
- શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે વર્કઆઉટ પહેલા પાણી પીવું જોઇએ
- વર્કઆઉટના અડધા કલાક પહેલા પાણી પીવું જોઇએ
- યોગ્ય એ પણ રહેશે કે વધુ માત્રામાં વર્કઆઉટ પહેલા પાણી ન પીવું
- એક્સરસાઇઝ બાદ કેટલું પાણી પીવું જોઇએ?
- વર્કઆઉટના તરત બાદ જ પાણી ન પીવું જોઇએ
- શરીરનું તાપમાન સામાન્ય થાય બાદ પાણી પીવું જોઇએ
- વર્કઆઉટ બાદ 20-25 મિનિટ બાદ જ પાણી પીવું જોઇએ
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો