Prevent Heart Attack: એક્સરસાઇઝ (exercise) તમારા હૃદયને એ રીતે ટ્રેઈન કરે છે કે હૃદય કોઈ પણ પ્રકારના તણાવને સહન કરી શકે. તે તમારા શરીરને વધારે ઓક્સિજન પણ આપશે અને તમે આખો દિવસ ફ્રેશનેસની અનુભૂતિ કરશો.
Prevent Heart Attack: ઉંમર વધવાની સાથે સાથે ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધે છે. ખરાબ ડાયટ અને બદલાતી જીવનશૈલીની અસર હૃદયના સ્વાસ્થ્ય પર પણ થાય છે. ઘણા લોકો નાની ઉંમરમાં હૃદય રોગનો શિકાર બની જાય છે. તાજેતરમાં ઘણા એવા કેસ જોવા મળ્યા હતા. જેમાં એક્સરસાઇઝ દરમિયાન લોકોના મોત થયા છે. એક્સપર્ટ સલાહ આપે છે કે 40 વર્ષ પછી હેવી એક્સરસાઇઝ હૃદય રોગનું જોખમ વધારે છે. વર્ક આઉટ કરનારા મોટાભાગના લોકો જીમમાં પુશ અપ્સ એક્સરસાઇઝ કરતા હોય છે, પરંતુ સવાલએ થાય છે કે શું પુશ અપ્સ એક્સરસાઇઝ હૃદય રોગથી બચાવી શકે છે? શું 40 ની આસપાસમાં પુસ અપ્સ કરવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
Push-ups કરવાના ફાયદા:
એક્સપર્ટ ડોક્ટર્સના મત મુજબ પુશ અપ્સ કરવાથી શરીરના મોટાભાગના સ્નાયુઓ મજબૂત થાય છે, તેથી કવચીકતા વધે છે અને સ્નાયુઓના ફન્કશનમાં સુધારો છે. 2019 માં હાર્વર્ડ યુનિવર્સીટી (Harvard University) ના એક રિસર્ચ મુજબ પુશ અપ્સ ઘણી બીમારીઓના જોખમથી બચાવે છે.
રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિએ 30 સેકન્ડમાં 40 પુશ અપ્સ કર્યા, તેમને હાર્ટઅટેક, હાર્ટ ફેલ્યોર અને અન્ય કોઈ કાર્ડિયોવૅસ્ક્યુલર પ્રોબ્લેમનું જોખમ આગામી 10 વર્ષ સુધી બરોબર હતું. પરંતુ જે વ્યક્તિવ 30 સેકન્ડમાં 10 થી ઓછા પુશ અપ્સ કર્યા તે લોકોમાં ત્યારબાદ હાર્ટ અટેકનું જોખમ જોવા મળ્યું હતું.
એક્સરસાઇઝથી થતા હૃદયના ફાયદા:
એક્સરસાઇઝ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું હોય અને ગુડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદયની કોઈ પણ નળીમાં બ્લોકેજ થશે નહીં. આવી સ્થિતિમાં તમે એક હેલ્થી હૃદય માટે મોડરેટ એક્સરસાઇઝ તમારૂ જીવન અને કામ કરવાથી ક્ષમતા વધારે છે. એક્સરસાઇઝ તમારા હૃદયને એ રીતે ટ્રેઈન કરે છે કે તે કોઈ પણ પ્રકારના તણાવને સહન કરી શકે અને હૃદય બ્લડને બોડીના અન્ય અંગોમાં સરળતાથી પંપ કરી પહોંચાડી શકે છે. જેથી તમારા શરીરને વધારે ઓક્સિજન મળશે અને આખો દિવસ ફ્રેશનેસ અનુભવી શકશો.