Prevention of Blindness Week 2023: માણસનુ સૌથી જરૂરી અંગમાંનું એક છે આંખ, પરંતુ આપણે માણસો આંખોનું જ ધ્યાન નથી રાખતા. જેમ કે તમને ખબર હશે કે, એકવાર કોઇ વ્યક્તિની આંખો ખરાબ થઇ જાય તો તેની જિંદગી પર એક કાળી ચાદર પસરી જાય છે. ભારત સરકાર દર 7 એપ્રિલે આંખોને હેલ્ધી રાખવા માટે અને આંધળાપણાથી બચવા માટે Prevention of Blindness Week તરીકે મનાવે છે. આ વર્ષની થીમ છે ધ રાઇટ ટૂ સાઇટ. આની સીધો અર્થ છે જોવાનો અધિકાર. ભારત સરકાર હાલમાં એક કેમ્પેઇન ચલાવી રહી છે, જેમાં આંખો સાથે જોડાયેલી બિમારી, ઇન્ફેક્શનને લઇને લોકોની વચ્ચે જાગૃતતા ફેલાવવાનુ કામ કરવામાં આવી રહ્યું છે.  


ભારતમાં આંખોની બિમારી થવાનું કારણ - 
ઇન્ડિયા ટીવીના હિન્દી પૉર્ટલ છપાયેલા રિપોર્ટ અનુસાર, ભારતમાં 50 અને તેથી વધુની ઉંમરવાળા 1.99 ટકા આંધળાપણાનો શિકાર થાય છે. તે 66.2 ટકા મોતિયાનો શિકાર થાય છે. 8.2 ટકા કોર્નિયાની બિમારી અને આંખની કીકી સંબંધિત બિમારી. 5.5 લોકો ગ્લૂકોમાની બિમારીથી પીડિત છે. આંખોની આ બિમારીઓમાં આંખોના પાછળ થવાના કારણે અપ્ટિક નર્વ ખરાબ થાય છે. જેના કારણે આંધળાપણાનો શિકાર થઈ જવાય છે. વધુમાં વધુ લોકો ડાયબિટિક રેટિનોપૈથીનો શિકાર થાય છે. આ બિમારીમાં ડાયાબિટીઝ કે દર્દીઓની આંખનો નર્વ ખરાબ થઇ જાય છે. વધતી ઉંમર કારણે પણ ઘણા લોકો મોટાભાગે બિમારીનો શિકાર થાય છે. જેમ મેકુલર ડિજનરેશન (Macular Degenration), ટ્રેકોમા (Trachoma), અનકરેક્ટેડ રિફેક્ટિવ એરર કે સમસ્યા. આ બધા ઉપરાંત હાઇપૉટોનિયા કારણ પણ આંધળાપણાની ફરિયાદ રહે છે. 


આ આંખોની બિમારીનો ઇલાજ શું ?
આંખોને લગતી તમામ પ્રકારની બિમારીઓથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે પહેલા તેને અટકાવો. આ માટે સૌથી પહેલા તમારે આંખના ચેપથી બચવું જોઇએ, જ્યારે પણ આંખમાં કોઈ સમસ્યા શરૂ થાય તો સમયસર તેનો ઈલાજ કરાવી લેવો, જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તેને હંમેશા નિયંત્રણમાં રાખો. આ સિવાય આંખોમાં મોતિયા અને ગ્લૂકોમા જેવી કોઈ સમસ્યા હોય તો તેની સમયસર સારવાર કરાવો.


આ સાવચેતીઓ રાખો ખાસ ખ્લાય 
દરેક વ્યક્તિએ દર 3 મહિનામાં એકવાર આંખની તપાસ કરાવવી જોઈએ. તમારે તમારા આહારમાં વિટામિન A થી ભરપૂર વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઇએ. આહારમાં વધુ ને વધુ મૌસલી ફળો અને શાકભાજીને સામેલ કરો. કૉમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરો અને આંખોની રોશની વધારવા માટે કસરત અને યોગ કરવાનો પ્રયાસ કરો.