Health Tips:સરગવો તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે.
સરગવાની શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
આંખના રોગોમાં સરગવો ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.
સરગવાના સેવનથી બેડ કોલેસ્ટોલ ઓછું થાય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
સરગવામાં નિયાઝીમીસીન તત્વ જોવા મળે છે, જેના કારણે કેન્સરના કોષો નથી બનતા. તેથી એવું કહેવું પણ ખોટું નથી કે તે કેન્સરના જોખમથી રક્ષણ આપે છે.
તેમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે. આટલું જ નહિ સરગવાનું શાક સ્કિનની દરેક સમસ્યામાં કારગર છે. વધતી ઉંમરની સ્કિન પર અસરને સરગવો ઓછી કરે છે.
શીંગોમાં ફાઈબરની માત્રા મળી આવે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનું સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે.
Side Effects of Cucumber: ગેસ ફુલવાની અને ગેસની સમસ્યાને દૂર કરે છે, શરત એ છે આ રીતે કરો સેવન
Side Effects of Cucumber: કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે.
સલાડમાં સૌથી પહેલા કાકડી યાદ આવે છે. લગ્ન હોય કે ઘરનું કોઈ પણ ફંક્શન, સલાડમાં કાકડી વગર ન થઈ શકે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કાકડી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જો તેને સમયસર ખાવામાં આવે તો . જો તમે તેને ખોટા સમયે ખાઈ રહ્યા છો, તો તેનાથી શરીરને નુકસાન પણ સહન કરવું પડી શકે છે. આજે તમને જણાવીશું કે કાકડી માત્ર ગેસ અને પેટ ફૂલી જવા જેવી અપચોની સમસ્યાને જ નથી ઘટાડતું તેના બીજા અનેક ફાયદા પણ છે.
તમને જણાવી દઈએ કે કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે. કાકડી ખાવાની સલાહ હંમેશા દિવસ દરમિયાન એટલે કે બપોરે આપવામાં આવે છે. ઉનાળામાં કાકડી ખાવાના ઘણા ફાયદા છે. કાકડીને વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તમે કાકડીને સલાડ, સેન્ડવીચ કે રાયતામાં ખાઈ શકો છો.
કાકડી ખાવનો યોગ્ય સમય
રાત્રે કાકડી ખાવાથી તમને નુકસાન થઈ શકે છે. આ સિવાય તમે કાકડીને સવારે કે દિવસ દરમિયાન સલાડ કે રાયતામાં ઉમેરીને ખાઈ શકો છો. જો તમે સવારે ન ખાતા હોવ તો બપોરના ભોજનમાં કાકડી અવશ્ય ખાઓ. જો તમે રાત્રે કાકડીનું સેવન કરો છો તો તે જીરા જેટલો જ ફાયદો આપે છે. રાત્રે કાકડી ખાવાથી પણ તમને ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો