Useful Covid Gadgets: વિશ્વભરમાં ફરી એકવાર COVID-19 ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જો કે અત્યારે ભારતમાં તેની બહુ અસર નથી. પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે. ઝડપથી વધી રહેલા કોવિડ સંક્રમણની વચ્ચે લોકો પોતાના સ્વાસ્થ્યની અલગ-અલગ રીતે કાળજી લઈ રહ્યા છે. પરંતુ આજે અમે તમને એવા જ કેટલાક મેડિકલ હેલ્થ ગેજેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે તમારા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. અને તપાસ કરી શકો છો. તેમની કિંમત પણ પોસાય તેવી છે.
પલ્સ ઓક્સિમીટર
કોરોના વાયરસના સંક્રમણના લક્ષણોમાંનું એક લોહીમાં ઓક્સિજનના સ્તરમાં ઘટાડો છે. જેમાં તમે પલ્સ ઓક્સિમીટર વડે સતત માપી શકાય છે. પલ્સ ઓક્સિમીટર SpO2 સ્તર વિશે ચોક્કસ માહિતી આપે છે. બજારમાં રૂ. 500થી રૂ. 3000ની કિંમતના પલ્સ ઓક્સિમીટર મળી રહે છે.
ડિજિટલ બ્લડ મોનિટર
સામાન્ય બ્લડ પ્રેશરની શ્રેણી 80 થી 120 mm HG છે. બ્લડ પ્રેશરમાં ઝડપી ઘટાડો અથવા વધારો કોવિડ 19 વાયરસના ચેપનું લક્ષણ હોઈ શકે છે. સારી ગુણવત્તાનું ડિજિટલ બ્લડ મોનિટર બ્લડ પ્રેશર તેમજ પલ્સ રેટ દર્શાવે છે. બજારમાં તેની કિંમત રૂ.1500થી રૂ.5000 સુધીની છે.
ડિજિટલ IR થર્મોમીટર
ડિજિટલ IR થર્મોમીટર શરીરને સ્પર્શ કર્યા વિના શરીરનું તાપમાન દૂરથી માપી શકે છે. આ ઉપકરણની મદદથી,વ્યક્તિનું તાપમાન થોડા ઇંચના અંતરથી માપી શકાય છે. તે ચેપના દરને વધતા અટકાવવામાં મદદ કરી શકે છે. આ ઉપકરણ લગભગ 1000 રૂપિયાની કિંમતમાં સરળતાથી મળી શકે છે.
શ્વાસન કસરતના મશીન
વ્યાયામ એટલે કે રોજિંદી વર્કઆઉટ કરવાથી ફેફસાં મજબૂત અને સ્વસ્થ બને છે. તેના કારણે લોહીમાં હોર્મોન્સનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. જેના કારણે હૃદય, મગજ અને ફેફસામાં લોહીનો પ્રવાહ વધુ પડતો થાય છે. ઘણા પ્રકારના શ્વસન કસરતના ઉપકરણો બજારમાં અલગ-અલગ કિંમતે મળી રહે છે.