Vegan Diet for Cancer Risk: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી પ્લેટમાંથી માંસ જેવી વસ્તુઓ દૂર કરીને તમે ગંભીર રોગોનું જોખમ ઘટાડી શકો છો? તાજેતરમાં એક વૈજ્ઞાનિક અભ્યાસમાં આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા છે, જે લોકો શાકાહારી અથવા વેગન ડાયટનું પાલન કરે છે તેમને માંસ ખાનારા લોકો કરતા કેન્સરનું જોખમ ઘણું ઓછું હોવાનું જાણવા મળ્યું છે.

80 હજાર લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો

અમેરિકાની લોમા લિન્ડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઉત્તર અમેરિકામાં રહેતા સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ચર્ચના લગભગ 80,000 લોકો પર 8 વર્ષ સુધી સંશોધન કર્યું છે.

વેગન ખાનારાઓમાં કેન્સરનું જોખમ 25 ટકા ઓછું

શાકાહારીઓમાં 12 ઓછું જોખમ

દૂધ અને ઈંડા ખાનારાઓમાં બ્લડ કેન્સરનું જોખમ ઓછું

ક્યા લોકોમાં કેન્સરનું જોખમ ઓછું થયું

કોલોરેક્ટલ – 21 ટકા ઓછું

પેટનું કેન્સર – 45 ટકા ઓછું

લિમ્ફોમા – 25 ટકા ઓછું

લાઈફસ્ટાઈલ મહત્વની માનવામાં આવે છે

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો માંસ ખાતા ન હતા તેઓ પાતળા હતા, ઓછો દારૂ પીતા હતા, ધૂમ્રપાન ન કરતા હતા અને થોડી વધુ કસરત કરતા હતા. તેઓ હોર્મોનલ દવાઓનો પણ ઓછો ઉપયોગ કરતા હતા. જોકે વૈજ્ઞાનિકોએ આ પરિબળોને ધ્યાનમાં રાખીને ડેટાની ગણતરી કરી હતી તેમ છતાં તેઓ કહે છે કે જીવનશૈલીની અસરને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

કેન્સરના કેસોમાં વધારો

વિશ્વભરના 50 માંથી 27 દેશોમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોલોરેક્ટલ કેન્સર ઝડપથી વધી રહ્યું છે

ઇંગ્લેન્ડ - દર વર્ષે 3.6 ટકાના દરે વધારો

અમેરિકા - વાર્ષિક આશરે 2 ટકાનો વધારો

કોલોરેક્ટલ કેન્સરના લક્ષણો

પેટમાં દુખાવો, સોજો

સતત થાક અને શ્વાસ લેવામાં તકલીફ

પેટમાં ગાંઠ

મળમાં લોહી અથવા ગુદામાંથી લોહી નીકળવું

આ સંશોધન દર્શાવે છે કે માંસ અને ડેરી ઉત્પાદનોનો ત્યાગ કરીને, છોડ આધારિત આહાર અપનાવીને અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આજથી શાકભાજી, કઠોળ, ફળો અને અનાજને વધુ ખાવાનું શરૂ કરી દો કારણ કે તમારુ ડાયટ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી મોટું શસ્ત્ર છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચન લાગુ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.