Palak Dal Khichdi: જો તમે વધુ પડતા તેલમાં મસાલેદાર ચિકન મટન ખાધું હોય તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે હવે કંઈક હલકું ખાવાનું વિચારી રહ્યા છો જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો અમે તમને પાલક દાળ ખીચડીની ( Palak Dal Khichdi) રેસિપી જણાવી રહ્યા છીએ જે ઝડપથી તૈયાર થઈ જાય છે. તમે આ વાનગી રાત્રિભોજનમાં ખાઈ શકો છો. અથવા તમે તેને લંચમાં પણ ખાઈ શકો છો. આ વાનગીમાં પાલક અને દાળનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાળકો, વડીલો અને વૃદ્ધો માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. તેને બનાવવી ખૂબ જ સરળ હોય છે. ત્યારે આવો જાણીએ પાલક દાળ ખીચડી બનાવવાની રીત


પાલક દાળ ખીચડી બનાવવા માટેની સામગ્રી ( Palak Dal Khichdi) 



  • પાલક એક કપ

  • બે ડુંગળી બારીક સમારેલી

  • ચોખા અડધો કપ

  • અડદની દાળ એક કપ

  • જીરું અડધી ચમચી

  • હળદર પાવડર અડધી ચમચી

  • સ્વાદ માટે મીઠું

  • લાલ મરચું પાવડર અડધી ચમચી

  • દેશી ઘી એક ચમચી

  • 2 બારીક સમારેલા લીલા મરચા


પાલક દાળ ખીચડી બનાવવા માટેની રીત


પાલક દાળ ખીચડી બનાવવા માટે પહેલા ચોખા અને દાળને સારી રીતે સાફ કરી લો. આ પછી તેને હુંફાળા પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. હવે પ્રેશર કૂકરમાં ઘી મૂકી ગેસ પર ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને બારીક સમારેલા મરચાંની સાથે સમારેલી ડુંગળી ઉમેરો. હવે આ બધાને એકસાથે સારી રીતે ફ્રાય કરો. ત્યાર બાદ તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર નાખીને 1 મિનિટ માટે સાંતળો. આ પછી સ્વાદ મુજબ મીઠું નાખો અને પછી દાળ ચોખા ઉમેરો. હવે તેમાં એક ગ્લાસ પાણી નાખીને બેથી ત્રણ મિનિટ પકાવો. તમે પાણી પણ વધારી શકો છો, હવે તેને સારી રીતે ધોઈને બારીક કાપ્યા પછી પાલક ઉમેરો. પછી કૂકર બંધ કરીને 10 મિનિટ પકાવો. કૂકરમાં બે સીટી વાગે પછી ગેસ બંધ કરી દો. તમારી પાલક દાળ ખીચડી તૈયાર છે. તેને પ્લેટમાં કાઢીને દહીં, ઘી, ચટણી અથવા અથાણાં સાથે સર્વ કરો.