Colon Cancer Symptoms: કેન્સર એ અનિયંત્રિત કોષોનો ગ્રોથ હોય છે. જ્યાં જ્યાં સ્નાયુઓ હોય છે. તે તે જગ્યાએ ગમે ત્યાં ગ્રોથ કરી શકે છે. કેન્સર જીવલેણ હોવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેના લક્ષણો જલ્દી ખબર પડતાં નથી. લક્ષણોની જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિ કેન્સરના લક્ષણોને કોઈ અન્ય રોગ હોવાનું ખોટું સમજે છે. પછી સારવાર મળતી નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મહિલા કેન્સરને કંઈક બીજું જ સમજી રહી હતી.

Continues below advertisement


કેન્સરને મહિલા ડોક્ટરે પ્રેગ્નન્સી સમજી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડૉ. લોરેન ઝુઈયા પોતાને થયેલા કેન્સર વિશે જાણી શક્યા નહોતા.


અમેરિકાના ફ્લોરિડામાં ગાયનેકોલોજિસ્ટ ડો.લોરેનને પેટમાં દુખાવો અને થાક લાગવા લાગ્યો. બાદમાં જાણવા મળ્યું કે તેને આંતરડાનું કેન્સર છે. આ કેન્સર સામાન્ય રીતે જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે ડોક્ટરો તેને 16 અઠવાડિયાની પ્રેગ્નન્સી સમજી રહ્યા હતા.


આ લક્ષણો દેખાતા હતા


ડૉક્ટરે કહ્યું કે તે થોડી થાકી જતી હતી. આ પહેલા લગભગ બે મહિનાથી તે બપોરે થોડો થાક અનુભવી રહી હતી. એક માતા તરીકે બે બાળકોની સંભાળ રાખતા અને તેમને સમય આપતા થાક મહેસૂસ થઈ રહ્યો હતો. કોલોન કેન્સરના લક્ષણો વિશે વાત કરીએ તોપેટમાં દુખાવોઅચાનક વજન ઘટવુંઆંતરડાની મૂવમેન્ટમાં ફેરફારસ્ટૂલમાં લોહીલૂઝ મોશન અને કબજિયાતનો સમાવેશ થાય છે.


યુવાનોમાં ઓછા લક્ષણો


ડૉ. લૉરેન કહે છે કે લક્ષણો વહેલા ન દેખાવાનું કારણ એ હોઈ શકે છે કે યુવાવસ્થાના કારણે શરીર પર વધારે અસર નથી દેખાઈ રહી. વૃદ્ધ લોકોથી વિપરીત તેઓ વધુ ગંભીર લક્ષણો દર્શાવતા નથી. પરંતુ કેન્સરથી બચવા માટે કાળજી લેવી જોઈએ.


2020માં 20 લાખ કેસ સામે આવ્યા


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડેટા અનુસાર2020માં કોલન કેન્સરના 2 મિલિયન કેસ નોંધાયા હતા. ડબ્લ્યુએચઓ રિપોર્ટ જણાવે છે કે કોલોરેક્ટલ કેન્સર કેન્સર મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. આ કારણે વિશ્વમાં દર વર્ષે લગભગ 1 મિલિયન લોકો મૃત્યુ પામે છે. કોલન કેન્સર કોલોનની અંદર નાના સૌમ્ય પોલિપ્સ તરીકે શરૂ થાય છે. જો સારવાર ન કરવામાં આવે તોઆ પોલિપ્સ કેન્સરના કોષોમાં ફેરવાય છે. તેથી જ પોલિપ્સને દૂર કરવા માટે સમયસર સારવાર જરૂરી છે.


 


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓપદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલાડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.