આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022 )દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ આ વર્ષે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે. યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરરોજ યોગ કરવાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડે છે. યોગ તણાવ અને ચિંતાને દૂર કરવામાં પણ મદદ કરે છે. સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે યોગ  સૌથી સરળ ઉપાય છે. આ સાથે તે અનેક રોગો અને બીમારીઓથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક છે.


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી થઈ હતી. 27 સપ્ટેમ્બર 2014ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, તેમણે યોગનો ઉલ્લેખ કરતા સાથે મળીને યોગ કરવાની વાત કરી હતી. જે પછી 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેરાત કરી કે તે 21 જૂને યોજાશે. ત્યારબાદ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે યોગ કોઈપણ દિવસે કરી શકાય છે, પરંતુ દરેકને એક સાથે જોડવા માટે 21 જૂન નક્કી કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસ માટે આ તારીખ પસંદ કરવાનું એક ખાસ કારણ પણ છે. વાસ્તવમાં 21મી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૂર્ય વહેલો ઉગે છે અને મોડો આથમે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યની તેજ સૌથી વધુ અસરકારક હોય છે, અને પ્રકૃતિની સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે.


ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને યોગ દિવસને તહેવાર ઊજવવામાં આવે છે. 21 જૂન ની એક વિશેષતા એ છે કે એ વર્ષના દિવસોમાં સૌથી લાંબો દિવસ હોય છે અને યોગના નિરંતર અભ્યાસથી વ્યક્તિને લાંબું જીવન મળે છે. એટલે આ દિવસે યોગ દિવસના રૂપમાં ઊજવવાનો નિર્ણય કર્યો હતો.


નિયમિત યોગ કરવાથી મન અને તનનો વિકાસ થાય છે અને ઘણા શારીરિક ફાયદા થાય છે. કોઈ તાલીમ પામેલા યોગ શિક્ષકની પાસે યોગ શીખવા અને તેની નિયમિત પ્રેક્ટીસ કરવી ખુબ જરૂરી છે. કોઈ રોગ થયેલો હોઈ તો ડોક્ટર અને યોગ શિક્ષકની સલાહ ખુબ જરૂરી છે.