Celebs Cancer Victims: કેન્સર એ ખૂબ જ ખતરનાક રોગ છે. છેલ્લા કેટલાક સમયથી આ રોગ ઝડપથી વધી રહ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, સ્વસ્થ જીવનશૈલી જીવતા લોકો કેન્સર જેવી બિમારીથી પ્રભાવિત નથી થઈ શકતા, પરંતુ હવે હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવતા લોકો પણ આ ખતરનાક રોગનો શિકાર થઇ રહ્યાં છે. ત્યારે  સવાલ થવો સ્વાભાવિક છે કે, હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવતી મોટી હસ્તીઓ શા માટે અને કેવી રીતે તેનો શિકાર બની રહી છે.


 ગત દિવસમાં જ ઘણા સેલેબ્સના કેન્સરના સમાચાર મળ્યા,  જેમાં સોનાલી બેન્દ્રે, અનુરાગ બાસુ, મનીષા કોઈરાલા, સંજય દત્ત, યુવરાજ સિંહ, તાહિરા કશ્યપ અને હિના ખાન સહિત અનેક હસ્તીઓના નામ સામેલ છે. કેટલાક મોટા સ્ટાર્સે તો કેન્સરને કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, જો કે ઘણા તેની સામે લડીને સ્વસ્થ થયા છે અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તેનું કારણ જાણવા માંગતા હોવ તો જાણીએ શું છે, એક્સ્પર્ટનો મત..


કેન્સર એક ખતરનાક રોગ છે


કેન્સરમાં, શરીરના કેટલાક કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. તે શરીરના કોઈપણ ભાગથી શરૂ થઈ શકે છે. કેન્સરના ઘણા પ્રકારો છે, જેમાં સ્તન કેન્સર, અંડાશયનું કેન્સર, સ્કિન કેન્સર, ફેફસાનું કેન્સર, કોલોન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, બ્લડ કેન્સર અને લિમ્ફોમા જેવા ઘણા કેન્સરનો સમાવેશ થાય છે. આ બધાના લક્ષણો પણ  અલગ અલગ હોય છે.


 તંદુરસ્ત જીવનશૈલી હોવા છતાં કેન્સર કેમ થાય છે?


કેટલાક અહેવાલો અનુસાર, કેન્સર થવાના ઘણા કારણો હોઈ શકે છે. તંદુરસ્ત જીવનશૈલી જીવવાનો અર્થ એ નથી કે કેન્સર થશે જ નહીં. જો કે, જો તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવો છો, તો માત્ર કેન્સર જ નહીં પરંતુ અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ ઘટાડી શકાય છે, તેથી કોઈ પણ ખોટી વિચારસરણીને કારણે વ્યક્તિએ સ્વસ્થ જીવનશૈલી માટે કરવામાં આવતી મહેનત છોડવી જોઈએ નહીં.         



  •  તંદુરસ્ત જીવનશૈલી કેવી રીતે બનાવવી

  • દરરોજ નિયમિત વ્યાયામ કરો.

  • ધૂમ્રપાન ન કરો, દારૂ ટાળો.

  • હેલ્ધી ફૂડ ખાઓ.

  • કોઈપણ પ્રકારની મૂંઝવણના કિસ્સામાં, ડૉક્ટર સાથે વાત કરો.