નાગપુરઃ કૉવિડ-19થી સાજા થઇ ચૂકેલા દર્દીઓમાં છેલ્લા થોડાક દિવસોથી વ્હાઇટ ફંગસ કે કેન્ડિડિઆસિસના 4 કેસો સામે આવ્યા છે. જોકે હજુ આ સંક્રમણના ફક્ત થોડાક જ પ્રમાણિત કેસો સામે આવ્યા છે, પરંતુ વાસ્તવિક સંખ્યા ઘણીમોટી હોઇ શકે છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે ભલે બ્લેક ફંગસ હોય કે પછી વ્હાઇટ ફંગસ હોય, તેનાથી દુર રહેવાનો સૌથી બેસ્ટ ઉપાય સુગર કન્ટ્રૉલ છે.
બ્લેક કે વ્હાઇટ ફંગસ સંક્રમણ માટે સુગર કન્ટ્રૉલ જરૂરી.....
એડોક્રાઇનોલૉજિસ્ટ ડૉક્ટર હિમાંશુ પાટીલ કહે છે - ડાયાબિટીસ વાળા લોકોનની ઇમ્યૂન સિસ્ટમ થોડી કમજોર થઇ જાય છે, આનો અર્થ એ થયો કે તેમને પહેલાથી જ કોરોના વાયરસની ઝપેટમાં આવવાનો મોટો ખતરો રહે છે. જોકે કૉવિડ-19 ડાયાબિટીસ વાળા દર્દીઓ પર ખરાબ પ્રભાવ પાડે છે, એટલા માટે આ ખતરો બહુ વધી જાય છે, અને પછી એક દવા સ્ટ્રેરૉઇડ જે ઇમ્યૂન સિસ્ટમને કમજોર કરી શકે છે.
બ્લેક અને વ્હાઇટ ફંગર સંક્રમણ બન્નેના કારણે મ્યૂકૉરમાયકૉસીસ નામની ફૂગ થાય છે, જે માટી, છોડવા, અને ખાતરમાં હોય છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓ હવે જ્યારે શ્વાસ લે છે તો આ ફંગસ તેમના સાયનસ કેવિટીની સાથે ફેફસામાં જઇને ચોંટી જાય છે. જોકે, કૉવિડ બાદ દર્દીઓ જે રીતે પરેશાન થઇ રહ્યાં છે, તેના માટે આ ફંગસ જ જવાબદાર છે કે સ્ટેરૉઇડ, આ સંબંધમાં હજુ પુરતી જાણકારી ઉપલબ્ધ નથી.
વિશેષજ્ઞો અનુસાર, વ્હાઇટ ફંગસ સંક્રમણ બ્લેક ફંગસની જેમ સ્પષ્ટ લક્ષણ નથી બતાવતા, સંક્રમણ ફેફસા અને શરીરના અન્ય ભાગોમાં તીવ્ર પ્રભાવ પાડે છે. કેટલાય દર્દીઓમાં કૉવિડ-19 જેવા લક્ષણો દેખાય છે, પરંતુ કોરોનાની તપાસમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવે છે, સીટી સ્કેનથી ફેફસાને ગંભીર ક્ષતિ અને નુકશાનની ખબર પડે છે. પરંતુ આ કૉવિડ-19નુ કારણ નથી હોતુ, પરંતુ વ્હાઇટ ફંગસ કારણ હોય છે, જે કેટલાય અંગોના નુકશાનનુ કારણ બની જાય છે.
ડાયાબિટીસથી પીડિત કોરોનના દર્દીઓને વધુ ખતરો.....
એલેક્સિસ હૉસ્પીટલના એન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉક્ટર જયંત કેલવડે બતાવે છે કે લોકોનુ આ સંક્રમણ કૉવિડ-19થી સાજા થયેલા કે કૉવિડ-19થી ઠીક થતી વખતે કે કૉવિડના ઇલાજ દરમિયાન થાય છે. સમાનતા એ હોય છે કે તમામ દર્દીઓ ડાયાબિટીસના હોય છે. તેમને કહ્યું- તમે કૉવિડ સંક્રમણ દરમિયાન પોતાના સુગરને કાબુ કરીને આ સંક્રમણથી ખુદને સુરક્ષિત રાખી શકો છો, વધુ વાર સુગર ચેક કરો, નિરંતર માસ્ક પહેરો અને સ્વચ્છતાનો ખ્યાલ રાખો.
કૉવિડ-19ની સારવારમાં સ્ટેરૉઇડનો ઉપયોગ ડૉક્ટરોની નજરમાં સાવધાનીપૂર્વક અને ન્યાયસંગત કરવો જોઇએ. ઇમ્યૂનિટીની બહાની કૉવિડ-19ના બાદ દર્દીઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે, કેમકે ફંગસને ઇમ્યૂનિટી કમજોર થવાનો મોકો મળી જાય છે. ડૉક્ટર પાટીલ આગળ બતાવે છે- જોકે ઇમ્યૂનિટી વધારવા માટે કોઇ રામબાણ નથી, પરંતુ પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે દરરોજ વિકલ્પ પસંદ કરી શકો છો, અને આ રીતે પોતાની ઇમ્યૂન સિસ્ટમમાં સુધારો આવી શકે છે. ડૉક્ટરોની એ પણ સલાહ છે કે સાઇનસાઇટિસ જેવા લક્ષણોનો અનુભવ થવા પર ઇએનટી વિશેષજ્ઞોને મળવુ જોઇએ.