Skin And Hair Careશિયાળામાં વાળ અને ત્વચા  શુષ્ક  થઇ જાય છે.  આવી સ્થિતિમાં, આ ઘરગથ્થુ ઉપચારોને અપનાવીને, આપ સ્કિને સોફ્ટ અને વાળને મુલાલય બનાવી શકો છો.


બોલિવૂડ અભિનેત્રીની ત્વચા અને વાળ જોઈને એવું લાગે છે કે, કાશ આપણા વાળ અને ત્વચા પણ આવી જ ચમકદાર અને કોમળ હોત, શિયાળામાં ખાસ કરીને  ત્વચાનો રંગ સંપૂર્ણપણે નિસ્તેજ થવા લાગે છે. શિયાળામાં મોટાભાગના લોકો શુષ્ક ત્વચાથી પરેશાન હોય છે. સાથે જ શિયાળામાં વાળ ખરવા અને ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા બની જાય છે. જો કે, આપ  સ્કિન અને હેર કેરનું રૂટીન સારી રીતે ફોલો કરો તો આ સમસ્યા વધારે નથી વધતી. આજે અમે આપને  શિયાળામાં સોફ્ટ સ્કિન અને રેશમી મુલાયમ વાળની કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ.જે ઠંડી ઋતુ માટે ખાસ કારગર છે.


વિન્ટર સ્કિન કેર ટિપ્સ


દહીં અને હળદરનો પેક
 જો આપ  શિયાળામાં કોમળ ત્વચા મેળવવા માંગતા હોવ તો દહીં અને હળદરનો પેક ચહેરા પર લગાવી શકો છો. જ્યારે પણ ત્વચા નિસ્તેજ દેખાય ત્યારે તમે આ પેક લગાવી શકો છો. આ તમારા રંગને નિખારશે અને ત્વચાને મુલાયમ બનાવશે.


સૂતા પહેલા નારિયેળ તેલ લગાવો
જો આપ મેકઅપ કરતા હો અને તેને ઉતાર્યા વિના સૂઈ જતા હો તો તો તેની વિપરિત  અસર  ત્વચા પર પડી શકે છે. મેકઅપ દૂર કરવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરો.  સૂતી વખતે નારિયેળ તેલ લગાવીને પણ ચહેરો સાફ કરી શકો છો. નારિયેળનું તેલ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી ભીના ટુવાલથી ચહેરો આછો લૂછી લો. આ તમારી ત્વચાને સ્વચ્છ અને હાઇડ્રેટેડ રાખે છે.


નાળિયેર અને એરંડાના તેલથી વાળની ​​માલિશ
 શિયાળામાં સુંદર વાળનું રહસ્ય હૂંફાળા નારિયેળ અને એરંડાના તેલની માલિશ છે. હેર વોશ બાદ હેરને સ્ટીમ આપવા માટે ગરમ પાણીમાં ટોવેલ ડૂબાડી બાદ તેને નિચોડીને વાળમાં લપેટી લો, તેનાથી હેર સ્મૂધ થશે.ત્વચાને સુંદર બનાવવા માટે સ્નાન કર્યા પછી બોડી લોશનમાં બદામ  ઓઈલ મિક્સ કરો. તેનાથી ત્વચા હાઇડ્રેટ અને ચમકદાર રહે છે. શિયાળામાં આ જીવનશૈલીને અનુસરવાથી તમારા વાળ અને ત્વચા સોફ્ટ  રહેશે.


આ પણ વાંચો


Gujarat Gram Panchayat election: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ દરમિયાન શિક્ષકનું થયું નિધન, જાણો શું છે ઘટના


કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી


પેપરકાંડમાં પોલીસે બનાવેલા આરોપીએ એબીપી અસ્મિતા સમક્ષ કરી મોટી કબૂલાત, જાણો કેટલા લાખમાં પેપરનો સોદો થયો હતો ?


India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ