ધર્મ:વ્યક્તિના આહાર વિહાર માટે આપણા ધર્મશાસ્ત્રમાં અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, તે જ રીતે આપણા ધર્મશાસ્ત્રમાં સૂવા માટેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આ મુજબ વ્યક્તિએ દિવસ દરમિયાન ક્યારેય સૂવું ન જોઈએ, કારણ કે દિવસ દરમિયાન સુવાથી વ્યક્તિને અનેક પ્રકારના રોગો ઘેરાયેલા રહે છે.  ચાલો જાણીએ કે વ્યક્તિને કયા સમયે ઊંઘ લેવી હિતકારી રહે છે.

  • શાસ્ત્રો મુજબ દિવસમાં સૂવાથી શરીરમાં રોગો વધે છે અને ઉંમર ઓછી થાય છે. બિમારી સિવાય ક્યારેય દિવસમાં ન ઊંઘવું જોઇએ

  • આયુર્વેદ અનુસાર, દિવસ દરમિયાન સૂવાથી મેદસ્વીપણા જેવી અનેક સમસ્યા થાય છે, અને દિવસ દરમિયાન વધુ સૂવાથી કફનો પ્રકોપ પણ વધે છે.

  • બ્રહ્મવૈવર્તપુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સુવાથી નિદ્રાધિન વ્યક્તિ બિમાર અને ગરીબ બને છે.

  • ધાર્મિક શાસ્ત્રો અનુસાર દિવસમાં કલાકો સુધી સૂતા રહેવાથી માનસિક તણાવનો પણ અનુભવ થાય છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ સૂર્યાસ્ત થયાના 3 કલાક પછી જ સૂવું જોઈએ.

  • સૂર્યાસ્ત સમયે પણ ક્યારેય સૂવું ન જોઈએ કારણ કે સૂર્યાસ્ત સમય એ દેવ-દેવીઓની પૂજા કરવાનો સમય છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો સૂર્યાસ્ત સમયે સૂતા હોય છે. તેઓને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી.

  • શાસ્ત્રો અનુસાર જો સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ દિવસ દરમિયાન સૂઈ જાય છે, તો ધન સંબંધિત સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે. ઉપરાંત આવી વ્યક્તિને પેટ સંબંધિત બિમારી થઇ શકે છે.