Cancer :આજે વધતા જતાં કેન્સરના કેસ મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ છે, મોટી સંખ્યામાં દર વર્ષે લોકો કેન્સરની ઝપેટમાં આવે છે. ICMR મુજબ ભારતમાં વર્ષ 2022માં કેન્સરના 14.6 લાખ કેસ હતા. જે 2025માં વધીને 15.7 લાખ થઇ શકે છે. કેન્સર એક જીવલેણ બીમારી છે. જેથી તેના વધતા જતાં કેસ ચિંતાનું કારણ ચોક્કસ છે. ગત વર્ષે કેન્સરથી 8 લાખ લોકોના મોત થયા હતા.
કેન્સર થવાનુ મુખ્ય કારણ ખરાબ આહાર શૈલી, પ્રદૂષણ અને કેમકલ્સયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ પણ છે. આપણે દરરોજ એવા કામ કરીએ છીએ, જે કેન્સરના જોખમને વધારે છે. તેમાંથી એક છે ટૂથપેસ્ટ અને શેમ્પુનો ઉપયોગ. બંને પ્રોડક્ટસને યુઝ કરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. આવો જાણીએ કેન્સરના એક્સપર્ટનો શું છે મત
શું ટૂથપેસ્ટથી કેન્સર ફેલાઇ છે?
હવે સૌથી મોટો સવાલએ છે કે, ટૂથપેસ્ટ કેન્સરનું જોખમ વધારે છ? ટોરંટો યુનિવર્સિટીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ટૂથપેસ્ટમાં ટ્રાઇક્લોસન કંપાઉન્ડ હોય છે. જે શરીરમાં કેન્સર ફેલાવતા ફેક્ટરને વધુ એક્ટિવ કરે છે.કેટલાક ટૂથપેસ્ટમાં ટ્રાઇસ્કોસન વધુ હોય છે. જે કેન્સરનું કારણ બને છે.
શું શેમ્પુ પણ કેન્સરનું કારણ બને છે?
એક્સ્પર્ટ મુજબ ડ્રાર્ઇ શેમ્પુ પણ કેન્સરનું કારણ બની શકે છે. આ શેમ્પુમાં બેંજિન નામનું કેમિકલ પણ જોવા મળે છે. જે કેન્સરનું જોખમ વધારે છે. ડ્રાર્ઇ શેમ્પુ પર અમેરિકામાં પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ શેમ્પુ એક સ્પ્રે જેવું હોય છે. જેમાં બેંજિન વધુ હોય છે. જે કેન્સરનું કારણ બને છે. જેથી તેનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો