ગળ્યું ખાવાના કેટલાક લોકો ખૂબ જ શોખીન હોય છે. જો કે ડાયાબિટીસના ડરના કારણે વધુ સ્વીટ વસ્તુને અવાઇડ કરવી પડે છે. ભૂખ ન હોય પરંતુ સ્વીટ ખાવાની ઇચ્છા થવી તેને શુગર ક્રેવિંગ કહે છે.


એક અભ્યાસ પ્રમાણે સુગર ક્રેવિંગ એક ખૂબ જ કોમન સમસ્યા છે જે મહિલાઓમાં વધારે જોવા મળે છે. અભ્યાસ પ્રમાણે 68 ટકા પુરૂષોમાં સુગર ક્રેવિંગની સમસ્યા નોંધાઈ હતી જ્યારે 97 ટકા મહિલાઓ સુગર ક્રેવિંગની શિકાર છે.


ડાઈટરી ગાઈડલાઈન ઓફ અમેરિકાન્સના અનુસાર  દૈનિક કેલેરી ઈનટેકમાં મહત્તમ 10 ટકા જ સુગર ઈનટેક હોવું જોઈએ.  તેઓ અર્થ એ છે કે, આપ  દરરોજ 2,000 કેલેરી લેતા હોવ તો તેમાં 12 ચમચી કરતા વધારે ગળપણ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. શુગર ક્રેવિગના કારણે આપણે કંઇકને કઇ મીઠી વસ્તુ પેટમાં પધરાવતા હોવાથી ડાયટમાં શુગર  વધી જતાં આખરે તે નુકસાનકારક સાબિત થાય છે.


સુગર ક્રેવિંગના નુકસાન


શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી શકે જેના કારણે શરીર વધે છે. ,  ડિહાઈડ્રેશનની સમસ્યા, હોર્મોનલ ફેરફાર, સ્ટ્રેસ વગેરેની સમસ્યા થઇ શકે છે. જો આપ પણ સુગર ક્રેવિગથી પરેશાન હોતો આ એવી કેટલીક સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ છે. જેના સેવનથી ડાયાબિટિસનો ખતરો નથી રહેતો.


સુગર ક્રેવિંગમાં આ ફૂડનું કરો સેવન


 ખજૂર


ખજૂર ન્યૂટ્રિશનલ વેલ્યુથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયરન વગેરે હોય છે. જે સ્વાસ્થ્ય માટે હિતકારી છે. આપ તેનું સેવન કરી શકો છો..


પિસ્તા


પિસ્તામાં રહેલું હાઈ પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. 


ગ્રીક યોગર્ટ


ગ્રીક યોગર્ટ પણ આપ લઇ શકો છો. તે સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે.તેના કોઇ નુકસાન નથી. 


ચીઝ


ચીઝને પણ આપ ડાયટમાં સામેલ કરી શકો છો. ચીઝમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ગૂડ ફેટ, સોડિયમ, કેલ્શિયમ વગેરે હોય છે. જે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.


બેરીઝ


જો ગળ્યું ખાવાનું મન થતું રહેતું હોય તો વિવિધ પ્રકારી બેરીજ ઘરમાં રાખો. તે તમારા શરીરને એન્ટી ઓક્સિડેન્ટ,  વિમામિન્સ, મિનરલ્સની પૂર્તિ કરશે.


ડાર્ક ચોકલેટ


સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટમાં મોજૂદ મેગ્નેશિયમ બ્લડપ્રેશરને ઓછું કરવામાં ફાયદાકારક છે. વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયામાં થયેલા સ્ટડી મુજબ જો લોકો થોડા થોડા સમયના અંતરે ડાર્ડ ચોકલેટ ખાય છે. તેમનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.