વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
નવી દિલ્લી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની શાનદાર બેટિંગ સિવાય ફિટનેશને લઈને પણ લોકપ્રિય છે. કોહલી પોતાની ફિટનેશને લઈને ખૂબજ એક્ટિવ રહે છે. પોતાના સ્વાસ્થ્ય માટે તે ડાયટ અને એક્સરસાઈઝ પર ખાસ ધ્યાન આપે છે. ફિટેનેશને લઈને કોહલી એક ખાસ બ્રાંડ એવિયાનનું પાણી પીવે છે, જેની કિંમત 600 રૂપિયા લીટર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે બંધ બોટલ પાણીના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, તેમ છતાં લોકો તેનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. વિરાટ કોહલી સિવાય એવી ઘણી સેલિબ્રિટીઓ છે જે બીજાં દેશનું પાણી પીવાનું વધારે પસંદ કરે છે.
એક રિપોર્ટમાં એવિયાન બ્રાંડના પાણીને પણ અસુરક્ષિત ગણાવામાં આવ્યું છે. ન્યૂયોર્ક સ્થિત ફ્રેડોનિયા વિશ્વવિદ્યાલયના રિસર્ચર શેરી મેસનને એવિયાન બ્રાંડના પાણીને અસુરક્ષિત ગણાવ્યું છે. આ બ્રાંડ સિવાય ભારતની અનેક મુખ્ય બિસ્લેરી અને એક્વાફિના જેવી બ્રાંડ પણ સામેલ છે.
શેરી મેસન પ્રમાણે પ્લાસ્ટિકની બોટલમાં બંધ પાણીમાં પૉલીપ્રોપાઈલીન, નાયલૉન અને પૉલીઈથાઈલીન ટેરેથાલેટ જેવા અવશેષ શામેલ હોય છે. આ પ્રકારનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
મેસને ભારત સિવાય 9 અન્ય દેશોમાં પાણી સપ્લાઈ કરવામાં આવતા પ્રોડક્ટની એક રિપોર્ટ તૈયાર કરી છે. મેસનના રિપોર્ટ પ્રમાણે 93 ટકા પાણીમાં પ્લાસ્ટિકના કેટલાક અવશેષ મળી આવ્યા છે. ભારત સિવાય અમેરિકા, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, કેન્યા, લેબનાન, મેક્સિકો અને થાઈલેન્ડ જેવા દેશોના પાણીને આ રિપોર્ટમાં શામેલ કર્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -