Low Calorie Snacks: સ્નેક્સ ટાઇમે કંઇક હેલ્ધી ખાવાની ઇચ્છા હોય તો અનેક ઓપ્શન છે. ફટાફટ રેડી થતાં ઓપ્શન આપના ટેસ્ટને પણ ધ્યાનમાં રાખીને સિલેક્ટ કરવામાં આવ્યાં છે.
સ્નેકસનો સમય નાસ્તો અને લંચની વચ્ચે અથવા તો લંચ અને ડિનરની વચ્ચેના સમયમાં છે. આ સમયમાં એવું ફૂડ પસંદ કરવું જોઇએ જે સ્વાદિષ્ટિ હોવાની સાથે ફેટ ન વધારે, જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો એવા સાત સ્નેક્સ છે. જે સ્વાદ જાળવાની સાથે હેલ્થનો પણ ખ્યાલ રાખે છે.
સોયાબીન
સોયાબીન સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્થી પણ છે. તેને લાઇટ ઉકાળીને તેમાં ચાટ મસાલો નાખીને ખાઇ શકાય છે. સોયાબીન પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે. તે વજન પણ નહીં વધારે અને માઇક્રોવેવમાં પણ સરળતાથી બની જાય છે.
કેળા ચિપ્સ
કેળાની ચિપ્સમાં કેલેરી લો હોય છે. તેના આપ આરામથી ખાઇ શકો છો. આપ પણ તેને ઘરે પણ તેને વધુ હેલ્ધી બનાવી શકો છો. તેલમાં બની હોવા છતાં પણ તે બટાટાની ચિપ્સની તુલનામાં લો કેલેરી ધરાવે છ.
નટ્સ
તમે તમારા નાસ્તાના સમયે સાદા અને શેકેલા અથવા દહીંને ભેળવીને ડ્રાઇ ફ્રૂટ ખાઇ શકો છો જે પ્રોટીન, ફાઈબર તેમજ અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. એક વાડકી દહીંમાં મુઠ્ઠીભર ડ્રાય ફ્રૂટ્સ અને એક ચમચી સુગર કેન્ડી મિક્સ કરીને ખાવાથી પેટ ભરાશે અને સ્વાદ પણ બદલાશે.
હાર્ડ બોઇલ્ડ એગ
બાફેલા ઇંડા બે રીતના હોય છે. એક સોફ્ટ અને એક હાર્ડ, સોફ્ટ એગમાં માત્ર સફેદ ભાગ પાકે છે. જ્યારે હાર્ડમાં સફેદની સાથે પીળો પણ ભાગ પાકી જાય છે. આપ આપના સ્નેક્સ ટાઇમમાં એકથી બે હાર્ડ એગ સોસની સાથે ખાઇ શકો છો.
કોટેજ ચિઝ વિથ બેરીજ
કોટેજ ચીજ અને દહીંથી તૈયાર કરાઇ છે. તેથી તેમાં ફેટ ઓછી રહે છે. તેને જુદી જુદી બેરીજને પણ મિક્સ કરી શકાય છે. આ આ રીતે સ્ટ્રોબેરી, અંગૂર ચેરી વગેરે બનાવીને ખાઇ શકો છો.
દહીં અને ખીરા
કાકડીને કુદકસ કરી લો તેમાં દહીં મિક્સ કરો અને તેમાં શેકેલું જીરૂ અને સોલ્ટ ઉમેરો. જો મીઠું ખાવાનું મન હોય તો આપ તેમાં ખાંડ કે બૂરા પણ મિકસ કરી શકો છો.
સફરજન અને મોત્જારેલા ચીજ
ફળ અને ચીજ બને ખાવું આપને પસંદ છે. તો આ રિસિપી આપના માટે ઉત્તમ છે. આપ સફરજનને કાપી લો. તેને મોત્જારેલા ચીજ સાથે મિકસ કરીને ખાવો. આ મિક્સ કર્યા બાદ 16 ગ્રામ કાર્બ્સ મળશે અને આપની ટેસ્ટ બડ્સ પણ સંતોષાશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPઅસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.