રાજકોટમાં સગી માતાએ જ મમતા લજવી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં સગી માતાએ જ દીકરી સાથે થયેલ અપહરણ અને દુષ્કર્મની ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. માતાએ પ્રેમી સાથે મળીને બળાત્કારની ઘટનાને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. માતાએ પ્રેમી સાથે મળીને સમગ્ર દૂષ્કર્મની ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે મકાન માલિકે જાગૃતતા દર્શાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કુવાડવા પોલીસે બે શખ્સો વિરૂદ્ધ અપહરણ અને દુષ્કર્મ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓ પ્રેમીના પરિચિત હોવાથી માતા અને પ્રેમીએ મામલો છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું મધદરિયે મોટું ઓપરેશન
ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરી અરબ સમુદ્રમાં પાકિસ્તાનથી આવતા હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. 09 ક્રૂ મેમ્બરો સાથે પાકિસ્તાની બોટ અલ હજને જપ્ત કરી લેવામાં આવી છે. પાકિસ્તાનની બોટને વધુ તપાસ માટે જખૌ બંદર લાવવામા આવી રહી છે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડે હેરોઈનના 55 પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજીત કિંમત 280 કરોડ હોવાની શક્યતા છે અને તે કુલ 56 કિલો છે. જો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ભારતીય એજન્સીઓને જોઈને પાકિસ્તાની બોટને પાકિસ્તાન સરહદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાન બોટને રોકવા માટે મધ દરિયે ગોળીબાર કરવો પડ્યો હતો.
LSG vs MI: કેએલ રાહુલે મુંબઈ સામે સીઝનની બીજી સદી ફટકારી સાથે આ અનોખો રેકોર્ડ પણ બનાવ્યો...
બિકીની પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છાપવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સે કપડાની બ્રાન્ડની ઝાટકણી કાઢી
Nia Sharma Video: રેડ સાડીમાં 'ટિપ ટિપ બરસા પાની' ગીત પર નિયા શર્માનો હોટ ડાન્સ, જુઓ વીડિયો
WHOનો મોટો દાવોઃ બાળકોમાં જોવા મળી રહ્યા છે અજ્ઞાત મૂળના હેપેટાઈટિસના કેસ, આ મોટા દેશ ઝપેટમાં આવ્યા