Hair care tips: જ્યારે આપણા વાળને સારું પ્રોટીન મળતું નથી, ત્યારે આપણે નિર્જીવ વાળ, સુકા વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. હેર પ્રોટીન એ ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે.
આજકાલ મોટાભાગના લોકો નિર્જીવ વાળ, સુકા વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાળ ખરવા, ડ્રાયનેસ વગેરેની સમસ્યા આ બધું અયોગ્ય આહાર શૈલીના કારણે થાય છે. જ્યારે આપણા વાળને સારું પ્રોટીન નથી મળતું ત્યારે આવી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.
આજકાલ મોટાભાગની મહિલાઓ તેમના વાળ પર રીબોન્ડિંગ સ્મૂથિંગ જેવી હેર ટ્રીટમેન્ટ કરાવી રહી છે જેથી કરીને તેમના વાળ સુંદર દેખાઈ શકે. પરંતુ ઘરેલુ ઉપચારથી પણ આપ વાળને પોષણ આપી શકો છો. અમે આપને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા આપ આપના વાળને પોષણ આપી શકો છો અને તેમને સુંદર બનાવી શકો છો.
હોમમેઇડ પ્રોટીન માસ્ક બનાવવાની સામગ્રી અને રીત
- 6 ટૂકડા શિયા બટર
- એક કાચું ઈંડું •
- 5 ચમચી એરંડાનું તેલ
- બે ચમચી નારિયેળ તેલ
- એક કપ તાજુ દહીં,
- એક ચમચી મધ
પ્રોટીન માસ્ક બનાવવાની રીત
આ પ્રોટીન ટ્રીટમેન્ટને તૈયાર કરવા માટે, એક નાના બાઉલમાં નાળિયેર તેલ લો અને તેને 30 સેકન્ડ માટે ગરમ કરો. પછી બીજા બાઉલમાં શિયા બટર લો અને તેને 1 મિનિટ માટે ડબલ બોઈલરનો ઉપયોગ કરીને ઓગાળી લો. હવે ઓગળેલા નાળિયેર તેલ અને શિયા બટરને એક નાના બાઉલમાં એકસાથે એક વાટકીમાં નાખી દો. બધીજ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. ક્રીમી પેસ્ટ બને ત્યાં સુધી આ ઘટકોને સારી રીતે મિક્સ કરો. આપ પેસ્ટ બનાવવા માટે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રીમ પેસ્ટને તમારા આખા વાળ અને સ્કેલ્પમાં લગાવો. તે પછી તમારા વાળને શાવર કેપથી ઢાંકી દો અને તેને 1 કલાક સુકાવા દો. વહેતા ઠંડા પાણીથી વાળ ધોઈ લો અને તેને સ્વચ્છ ટુવાલ વડે સુકવો.
ફાયદા
આ પ્રોટીન ટ્રીટમેન્ટના ઘણા ફાયદા છે. તમને જણાવી દઈએ કે શિયા બટરમાં ઉત્તમ મોઈશ્ચરાઈઝિંગ ઘટકો હોય છે જે તમારા વાળને શુષ્ક થવાથી બચાવે છે. આ ઉપરાંત, તેમાં હાજર ઉચ્ચ એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને પોષક તત્વો વાળને મજબૂત બનાવે છે અને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ પેસ્ટ તમારા વાળના તમામ નુકસાનને ઝડપથી રિપેર કરે છે, આ ટ્રીટમેન્ટથી વાળ મુલાયમ અને શાઇની બને છે.
Disclaimer: અહીં આપેલી જાણકારી કેટલીક માહિતાના આધારિત છે.એ દર્શાવવું જરૂરી છે કે, Abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટી નથી કરતું. કોઇ પણ જાણકારી અને માન્યતાને અમલમાં લાવવા માટે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.