મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં ગઇકાલે એક રોમાંચક મેચ જોવા મળી, મુંબઇ અને પંજાબ વચ્ચેની મેચમાં જબરદસ્ત ઉતાર ચઢાવ થયો અને આખરે મુંબઇની ટૂર્નામેન્ટમાં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ મેચમાં યુવા બેટ્મસેન કે જે ‘બેબી ડિવિલિયર્સ’ના નામે જાણીતો છે તે ડેવાલ્ડ બ્રેવિસ. બધાની ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો.
ડેવાલ્ડ બ્રેવિસ આઇપીએલમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં તરખાટ મચાવ્યો હતો. પંજાબ કિંગ્સે મુંબઇને જીતવા માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઇની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ બાદમાં ડેવાલ્ડ બ્રેવિસ ક્રિઝ પર આવતા તેમણે આક્રમક બેટિંગ કરી હતી. બ્રેવિસે એક જ ઓવરમાં 29 રન બનાવ્યા હતા.
મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગની 9મી ઓવરમાં જ્યારે પંજાબનો રાહુલ ચહર બોલિંગ કરવા આવ્યો ત્યારે બ્રેવિસે સતત પાંચ બોલ પર બાઉન્ડ્રી ફટકારી સૌને ચોંકાવી દીધા હતા. જેમાં પ્રથમ ચોગ્ગો અને બાકીની ચાર સિક્સ ફટકારી હતી. રાહુલ ચહરની આ ઓવરમાં બ્રેવિસે 29 રન ફટકાર્યા હતા.
બ્રેવિસે પંજાબ સામે 25 બોલમાં 49 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં ડેવાલ્ડે ચાર ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. જોકે, તે પોતાની પ્રથમ આઇપીએલ ફિફ્ટી પુરી કરવાથી ચૂકી ગયો હતો.
ડેવાલ્ડ બ્રેવિસની આ બેટિંગ જોઇને મુંબઇ ઇન્ડિયન્સનુ ડગઆઉટ ખુશ થઇ ગયુ હતુ, અને મુંબઇના કેપ્ટન રોહિત શર્માથી લઇને કૉચ અને મેન્ટર, સચિન અને જયવર્ધને સહિતના દિગ્ગજો તેને અભિનંદન આપવા માટે મેદાન પર દોડી આવ્યા હતા, ગ્રાઉન્ડ પર આ નજારો ટાઇમઆઉટ દરમિયાન જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે ફક્ત 18 વર્ષના ડેવાલ્ડ બ્રેવિસને મુંબઇ ઇન્ડિયન્સે ત્રણ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે