રાજકોટઃ આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આપમાં જોડાયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.


આપમાં જોડાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિકલ્પ બનવાની ક્ષમકા કોંગ્રેસ ખોઇ ચૂકી છે. આવનારા દિવસો આમ આદમી પાર્ટીના છે. 


ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની વાત મનાવ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમાધાન કર્યું નહોતું. થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક થઇ હતી. બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રદીપ ત્રિવેદી જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી.


દહેગામ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું


ગુજરાત કોંગ્રેસમાં ઘણા સમયથી કકળાટ ચાલી રહ્યો છે. આ અંગે અનેક નેતાઓએ પોતાની નારાજગી મીડિયા વ્યક્ત કરી છે. નારાજ નેતાઓમાં દેહગામના કામિની બાનો પણ સમાવેશ થાય છે. હવે આ કડીમાં દહેગામ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મૃણાલી જોશીએ રાજીનામું આપી દીધુ છે. નારાજ કામિનીબા રાઠોડના સમર્થનમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. દેહગામ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખને લેખિતમાં રાજીનામું આપ્યું છે. સંગઠનમાં કાર્યકર્તાઓની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામુ આપ્યું છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હોદ્દા આપતા હોવાથી રાજીનામુ આપ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે કામિની બા ઘણા સમયથી સંગઠન સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.


આ પણ વાંચોઃ


Agriculture News: ખેડૂતનો અનોખો પશુપ્રેમ, ગરમીથી પરેશાન ભેંસો માટે તબેલામાં લગાવ્યા શાવર


Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ


Fact Check: પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં ઈન્ડિયન ઓઈલ આપી રહી છે રૂ. 6000નું ગિફ્ટ કાર્ડ ? જાણો વિગત


Wi-Fi Tips: ભૂલાઇ ગયેલા વાઇ-ફાઇ પાસવર્ડને આ આસાન સ્ટેપ્સથી મેળવી શકાય છે પાછો, રિસેટ કર્યા વિના, જાણો..........