Skin care: સ્વસ્થ, સુંદર અને ચમકદાર ત્વચા મેળવવા માટે  ડાયટ પર પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આહારમાં આ સુપર હેલ્ધી ફૂડ્સનો સમાવેશ કરવાથી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.


દરેક વ્યક્તિ સુંદર અને દાગ વગરની ત્વચા ઈચ્છે છે, જો કે આ માટે ત્વચાની કાળજી લેવી જરૂરી છે. તમારી ત્વચાને લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ  રાખવા માટે, બાહ્ય રીતે કેર  સિવાય ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવવી જરૂરી છે. ડાયટમાં આવા કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જ જોઈએ, જે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકદાર અને સુંદર રાખશે. તમારો આહાર અને જીવનશૈલી તમારી ત્વચા પર સૌથી વધુ અસર કરે છે. ત્વચાને ચમકદાર બનાવવા માટે આ સુપરફૂડ્સને ડાયટમાં ચોક્કસથી સામેલ કરો.


ટામેટા


સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવા માટે ટામેટા ખૂબ જ સારો વિકલ્પ છે. જો તમે દરરોજ એક ટામેટા ખાશો તો શરીરને વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ સારી માત્રામાં મળશે. ગ્લોઈંગ સ્કિન માટે ડાયટમાં ટામેટાંને અવશ્ય સામેલ કરો.


બદામ અને સીડ્સ


સ્વસ્થ ત્વચા મેળવવા માટે તમારે ખોરાકમાં બદામનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. આહારમાં બદામ, કાજુ, કિસમિસ, અખરોટનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય ફ્લેક્સ સીડ્સ, કોળાના બીજ, ચિયા સીડ્સને પણ તમારા આહારનો ભાગ બનાવવો જોઈએ. તેમને વિટામિન ઈ મળે છે, જે ત્વચાને હાઇડ્રેઇટ રાખે છે.


દહીં અને ઓટમીલ


આહારમાં વિટામિન બીથી ભરપૂર દહીં અને ઓટ્સ જેવી વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ. ત્વચામાં મોશ્ચર જાળવી રાખવા માટે  વિટામિન બી ખૂબ જ જરૂરી છે. આ માટે નિયમિક એક વાટકી  દહીં ખાવું જ જોઈએ.


ફળો અને બેરી


  ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમારે ડાયટમાં ખાટાં ફળો અને બેરીનો સમાવેશ કરવો જ જોઈએ. સાઇટ્રસ ફળો શરીરને વિટામિન સી પ્રદાન કરે છે અને બેરી શરીરમાં કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. કોલેજન ત્વચાને કોમળ અને યંગ રાખવામાં મદદ કરે છે. બેરીમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ વધતી જતી શરીર પરની અસરને ઘટાડે છે.