Health Alert ! વધુ મીઠાના સેવનને કારણે માત્ર આર્થરાઈટિસ જ નહીં, પેટના કેન્સરનો ખતરો પણ ખૂબ જ વધી જાય છે. તેથી, જો તમે વધુ પડતું મીઠું ખાતા હોવ તો સાવચેત રહો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.


વધુ પડતું મીઠું અને વધુ પડતી ખાંડ ખાવી નુકસાનકારક માનવામાં આવે છે. ખાંડ કે મીઠી વસ્તુઓ ખાવાથી વજન અને સુગર લેવલ વધવાનો ખતરો રહે છે, જ્યારે વધુ મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધી શકે છે અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. એટલા માટે બંનેને ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે, વધુ માત્રામાં મીઠાનું વસ્તુઓ ખાવાથી સંધિવાનું જોખમ અનેકગણું વધી જાય છે. તે હાડકાંને નુકસાન પહોંચાડી શકે છે.


વધુ નમક ઓછું કરે છે કેલ્શ્યિમ


હેલ્થ એક્સપર્ટના મતે મીઠાનું વધુ સેવન કરવાથી શરીરમાંથી કેલ્શિયમની માત્રા ઓછી થઈ શકે છે. ઉચ્ચ સોડિયમયુક્ત ખોરાક ખાવાથી કેલ્શિયમનું ઉત્સર્જન વધે છે. કેલ્શિયમની ઉણપથી હાડકાની ઘનતા ઓછી થઈ શકે છે, જે સંધિવા અથવા હાડકાની સમસ્યાઓ તરફ દોરી શકે છે. વધુ પડતું સોડિયમ ખાવાથી પણ ઓસ્ટીયોપોરોસીસ થઈ શકે છે.


હૃદય માટે જોખમી


વધુ પડતું સોડિયમ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ લથડે છે.  ઉચ્ચ સોડિયમનું સેવન પોટેશિયમની માત્રા ઘટાડે છે અને હાર્ટ એટેક અથવા સંબંધિત રોગોનું જોખમ વધારી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધારે સોડિયમ યુક્ત ખોરાક ખાય છે તેઓમાં બાકીના લોકો કરતા અકાળે મૃત્યુનું જોખમ 20% વધારે હોય છે. સોડિયમ બ્લડ પ્રેશર વધારીને હૃદય રોગનું કારણ બની શકે છે.


પેટનું કેન્સર


અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, હાઇ સોડિયમયુક્ત ખોરાક ખાવાથી પેટના કેન્સરનું જોખમ પણ વધી શકે છે. આ અભ્યાસમાં 268,000થી વધુ  લોકો પર થયો હતો. જેનું તારણ છે કે, દરરોજ 3 ગ્રામ અથવા વધુ મીઠું ખાવાથી પેટના કેન્સરનું જોખમ 68% વધી શકે છે. નિષ્ણાતો માને છે કે વધુ નમકવાળી વસ્તુ વસ્તુઓ પેટના અલ્સર અને સોજાની સમસ્યાને પણ નોતરે છે.


મીઠું કેટલું ખાવું જોઈએ?


અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તંદુરસ્ત વ્યક્તિ માટે દરરોજ 1500-2000 મિલિગ્રામ મીઠાનું સેવન સેફ હોઈ શકે છે. એટલે કે એક દિવસમાં એક નાની ચમચીથી વધુ મીઠું ન ખાવું જોઈએ. આનાથી બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યા થઈ શકે છે.