Health Tips:યુરિક એસિડનું પ્રમાણ વધવું એ એક રોગ છે, જે જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે વિકસે છે. આ રોગને કારણે દર્દીને હાઈ બ્લડ પ્રેશર, સાંધામાં દુખાવો, બેસવામાં તકલીફ અને સોજો સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. યુરિક એસિડને સામાન્ય સ્તરે જાળવી રાખવું મહત્વપૂર્ણ છે.


યુરિક એસિડ લોહીમાં જોવા મળતું રસાયણ છે. યુરિક એસિડ ખોરાકમાં જોવા મળતા પ્યુરીન્સના ભંગાણથી બને છે. શરીરની આંતરિક પ્રક્રિયાઓ દરમિયાન યુરિક એસિડની અમુક માત્રા પણ બને છે.


પ્યુરિનથી ભરપૂર ખોરાકના પાચન પછી યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળી જાય છે. પ્યુરિન એ રાસાયણિક સંયોજનો છે જે કાર્બન અને નાઇટ્રોજન અણુઓથી બનેલા હોય છે અને શરીરમાં તૂટી જાય છે. જ્યારે આપણે પ્યુરીનથી ભરપૂર ખોરાકનું સેવન કરીએ છીએ, ત્યારે આપણું શરીર તેને પચાવવામાં અસમર્થ હોય છે, જે યુરિક એસિડના સ્તરમાં વધારો કરે  છે.


જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેમણે તેમના આહાર અને ખાવાની આદતોમાં ધરખમ ફેરફાર કરવાની જરૂર છે. કેટલાક ડ્રાય ફ્રુટ્સનું સેવન યુરિક એસિડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. આ ડ્રાયફ્રૂટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે બીપી, ડાયાબિટીસને પણ નિયંત્રિત કરે છે. આવો જાણીએ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કયા ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવામાં આવે છે.


બદામ યુરિક એસિડને કંટ્રોલ કરશે


બદામનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર વધતું નથી, કારણ કે બદામમાં યુરિક એસિડની માત્રા વધુ હોતી નથી. બદામ યુરિક એસિડને નિયંત્રિત કરે છે. કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, કોપર, વિટામીન K, પ્રોટીન અને ઝિંકથી ભરપૂર બદામ યુરિક એસિડના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે.


યુરિક એસિડના દર્દીઓ માટે કાજુનું સેવન કરોઃ


 કાજુમાં પોટેશિયમ, વિટામિન સી અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે, જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.


અખરોટ યુરિક એસિડને નિયંત્રિત કરે છે


 અખરોટમાં પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજો હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં મદદ કરે છે, જે શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે.