તમે પ્રિયંકા ચોપડાની ફિલ્મ 'દિલ ધડકને દો' તો જોઈ હશે. અને જો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજો. વાસ્તવમાં,ફિલ્મની વાર્તાની વાત નથી, પરંતુ ફિલ્મમાં બતાવેલ લક્ઝરી ક્રૂઝની વાત છે, જેના પર પ્રિયંકા ચોપડા, અનિલ કપૂર, રણવીર સિંહ, ફરહાન અખ્તર અને અનુષ્કા શર્મા જેવા તમામ સ્ટાર્સ લક્ઝરી પાર્ટી કરતા જોવા મળ્યા હતા. જો તમને પણ અલ્ટ્રા લક્ઝરી રજાઓ માણવાની ઈચ્છા હોય તો આ લક્ઝરી ક્રૂઝ તમારા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. ચાલો તમને આ લક્ઝરી ક્રૂઝ વિશે વિગતવાર જણાવીએ.
રિટ્ઝ-કાર્લર્ટનની એવરીમા ખૂબ જ ખાસ છે
આ લક્ઝરી ક્રૂઝ તમને ભૂમધ્ય સમુદ્રમાં યુરોપીયન તટ પર લઈ જાય છે અને ત્યાં વેલેટ્ટા,પરગા,સિરોસ,એથેન્સ અને વેનિસ જેવી જગ્યાઓની મુલાકાત કરાવે છે. આ ક્રૂઝ પર તમારે 6 થઈ 10 દિવસ રોકાવાના 6443 ડોલર થી લઈને 10752 ડોલર સુધી ખર્ચ કરવો પડસે. ભારતીય રકમમાં તેની કિમત 5,37,266 રૂપિયા થી લઈને 8,96,584 રૂપિયા જેટલી થાય છે. જાણવા જેવી બાબત એ છે કે આ લક્ઝરી ક્રૂઝનું નામ ગ્રીક શબ્દ ડિસ્કવરી પરથી રાખવામાં આવ્યું છે. આ ક્રૂઝ રિટ્ઝ-કાર્લટનનું નાનું જહાજ અથવા મેગા યાટ છે, જે ખૂબ જ વૈભવી છે. આ ક્રૂઝમાં કુલ નવ ડેક છે, જેમાંથી પાંચનો ડેકનો ઉપયોગ મહેમાનો કરે છે. તમને જણાવી દઈએ કે આ લક્ઝરી ક્રૂઝમાં 149 લક્ઝુરિયસ સ્યુટ જેવી કેબિન છે અને દરેક કેબિનમાં દરિયા તરફ બાલ્કની પણ છે. નોંધનીય છે કે આ ક્રૂઝમાં ચાર પૂલ, બે બાર, એક બ્યુટી સલૂન, સ્પા ડેક, વોટર લેવલ મરિના ટેરેસ અને ફિટનેસ સેન્ટર પણ આવેલા છે.
એમરાલ્ડ ક્રૂઝતો તમારું દિલ જીતી લેશે
જો તમે 21 દિવસની અલ્ટ્રા લક્ઝરી હોલિડે માટે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી શકો છો, તો સમજી લો કે એમરાલ્ડ ક્રૂઝ સમુદ્રમાં ખાસ કરીને માત્ર તમારા માટે જ મુસાફરી કરે છે. હોચી મિન્હ સિટી, વિયેતનામ, સિએમ રીપ અને કંબોડિયા સહિત દક્ષિણ પૂર્વ એશિયાની મુલાકાત લેતી એમેરાલ્ડ ક્રૂઝ આઠથી 21 દિવસ માટે બુક કરી શકાય છે. આના પર સમય પસાર કરવા માટે વ્યક્તિએ 2,07,975 રૂપિયાથી 4,88,899 રૂપિયા ખર્ચવા પડશે. ખાસ વાત એ છે કે આ લક્ઝરી ક્રૂઝ પર તમને વધારે ભીડ જોવા નહીં મળે.કારણ કે તેના પર એક સમયે માત્ર 84 પ્રવાસીઓ જ મુસાફરી કરી શકે છે. આ ક્રૂઝ એવો અનુભવ આપે છે જેને તમે જીવનભર ભૂલી નહીં શકો.
ઓશનિયા ક્રૂઝ મરિનાની તો વાત જ કઈક અલગ છે
ઓશનિયા ક્રૂઝ, જે ઓસ્લો, સાઉધમ્પ્ટન, કોપનહેગન, બાર્સેલોના, વાલેટા, રોમ, લિસ્બન, મિયામી, રિયો ડી જાનેરો વગેરે સહિત ઘણા દેશો અને શહેરોની ટુર ઓફર કરે છે, તે પણ ખૂબ જ જોવાલાયક ક્રૂઝ છે. આમાં તમે 12 દિવસથી 54 દિવસ સુધી ટ્રીપ કરી શકો છો. આ માટે તમારે $2990 ડોલર (રૂ. 2,49,178) થી $17,999 (રૂ. 14,99,986) વચ્ચે ખર્ચ કરવો પડશે. જો તમે ખાવાના શોખીન છો તો આ ક્રુઝ તમારી લિસ્ટમાં ચોક્કસ હોવું જોઈએ. તાજેતરમાં જ આ ક્રૂઝનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે તેમાં એક સમયે 1250 જેટલા મુસાફરો તેની પર મુસાફરી કરી શકશે.