ટાટા ગ્રેવિટા
ટાટા ગ્રેવિટા નવેમ્બરમાં લોન્ચ થવાની ધારણા છે અને તેની કિંમત આશરે 15 લાખ રહેવાનો અંદાજ છે. હાલના હેરિયર વેરિયન્ટ કરતાં તે પ્રીમિમય હશે. તેમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ અથવા સિક્સ સ્પીડ ઓટોમેટિક ટ્રાનસમીશન હશે. સેવન સીટર ગ્રેવિટામાં મશીન ફિનિશ્ડ 17 ઇંચ એલોય વ્હિલ, પ્રોજેક્ટર હેડલેમ્બ, 8.8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટો એસી, નાઇન સ્પીકર સાઉન્ડ સિસ્ટમ જેવા ફિચર્સ રહી શકે છે.
એમજી હેક્ટર પ્લસ
ભારતના બજારમાં પ્રથમ સફળતા બાદ હેક્ટર એમજીની સિક્સ સીટર હેક્ટર પ્લસ લોન્ચ કરવા માટે સજ્જ બની છે. એમજી હેક્ટરની સરખામણીમાં એમજી હેક્ટર પ્લસમાં સંપૂર્ણ પણ અલગ ડિઝાઈન હશે. પાવરટ્રેઇન ઓપ્શન એમજી હેક્ટર જેવા રહેવાની શક્યતા છે. આ થ્રી રો એસયુવી સિક્સ સિટર અને સેવન સીટર એમ બંને વિકલ્પમાં ઉપલબ્ધ થશે. 2020ના બીજા છ મહિનામાં આ કાર લોન્ચ કરવાની યોજના છે.
કિયા સોનેટ
સેલ્ટોસ અને કાર્નિવલ મારફત ભારતના ઓટો માર્કેટમાં હચચલ મચાવ્યા બાદ કિયા સોનેટ સાથે તેના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોમાં વધારો કરશે. સબ ફોર મીટર એસયુવીમાં મોડર્ન અને અલગ ડિઝાઈન હશે. કિયો સોનેટ ઓગસ્ટના અંત ભાગમાં લોન્ચ થવાની ધારણા છે. તેમાં ઓલ ન્યૂ 90 પીએસ 1.5 લિટર ફોર સિલિન્ડર ડીઝન એન્જિન રહેવાની ધારણા છે.
મહિન્દ્રા થાર
મહિન્દ્રાએ લાંબા સમય બાદ ભારતમાં ન્યુ જનરેશન થાર 2020ની વિગત જાહેર કરી છે. તે મોટી છે અને તેમાં વધુ ફિચર્સ છે. 2020 થાર નવા પ્લેટફોર્મ આધારિત હશે અને તે પેટ્રોલ અને ડિઝલ બંને વર્ઝનમાં હશે. સ્ટાનડર્ડ સિક્સ સ્પીડ મેન્યુઅલ ઉપરાંત તેમે ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ છે. 2020 થાર ઓક્ટોબરમાં લોન્ચ થવાની ધારણા છે અને તેની કિમત 20 લાખથી શરૂ થાય છે. 2020 થારમાં AX અને LX એમ બે વર્ઝન હશે.
ટોયોટા અર્બન ક્રુઝર
ટોયોટા 2020ના અંત ભાગમાં અર્બન ક્રુઝર લોન્ચ કરવા માટે સજ્જ છે. તેની કિંમત 13 લાખ રૂપિયા રહેવાનો અંદાજ છે. અર્બન ક્રૂઝ ત્રણ વેરિયન્ટમાં હશે, જેમાં મિડ, હાઇ અને પ્રીમિયમનો સમાવેશ થાય છે. આ એસયુવીના ફિચર્સમાં ટચસ્કીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અે એપલ કારપ્લે, ક્રૂઝ કંટ્રોલ, સ્ટીયરિંગ મોઉન્ટેડ ઓડિયો કંટ્રોલ, ક્લાઇમેટ કંટ્રોલ, રેઇન સેન્સિંગ વાઇપર્સ અને કીચલેસ એન્ટ્રીનો સમાવેશ થાય છે. સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ એરબેઝ, એબીએસ, રિયલ પાર્કિંગ સેન્સર્સ અને રિયવ્યૂ કેમેરાનો સમાવેશ થાય છે. ટ્રાન્સમીશન ઓપશનમાં ફાઈવ સ્પીડ મેન્યુઅલ અને ફોર સ્પીડ ટોર્ક કન્વર્ટનર ઓટોમેટિકનો સમાવેશ થાય છે. આ કાર હ્યુન્ડાઈ વેન્યૂ, ટાટા નેક્સોન, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને આગામી કિયો સોનેટની સ્પર્ધા કરશે.
Car loan Information:
Calculate Car Loan EMI