700 વર્ષ જૂના સ્થળ પર થયા વિરાટ-અનુષ્કાના લગ્ન, સપ્તાહનો ખર્ચ 1 કરોડ રૂપિયા
ટસ્કનીના આ વિલાને ફોર્બ્સના વિશ્વના 20 સૌથી મોંઘા ડેસ્ટિનેશન લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. આ વિલામાં એક વ્યક્તિને એક સપ્તાહ રહેવાની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે. અહીં એક રાત રોકાવાની કિંમત 6,50,000થી લઈને 14 લાખ રૂપિયા સુધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જગ્યાનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે આ લગભગ 700 વર્ષ જૂની છે. હાલના સમયમાં આ જગ્યાને કોઈ હાઈ પ્રોફાઈલ ટેસ્ટિનેશન વેડિંગ માટે પરફેક્ટ ગણવામાં આવે છે. આ જગ્યા પર ઓબામા પણ પોતાના પરિવારની સાથે વેકેશન પર આવી ચૂક્યા છે.
એક સમયે આ જગ્યા પર 44 લોકો 22 રૂમમાં રહી શકે છે. આ જ કારણ છે કે વિરાટ અને અનુષ્કાએ પોતાના મિત્રોને લગ્નનું આમંત્રણ ન આપ્યું. હવે 26 ડિસેમ્બરે મુંબઈમાં થનારા રિસેપ્શનમાં બધાને આમંત્રણ આપ્યું છે. આ જગ્યાથી એક કલાકના અંતરે ફ્લોરેન્સ અને બે કલાકના અંતરે રોમ છે. જેવું જ અનુષ્કાએ ત્રણ વર્ષ પહેલા વિચાર્યું હતું તેણે પોતાના લગ્નના સ્થળની પસંદગી એવી જ રાખી.
ટસ્કનીથી અંદાજે એક કલાકના અંતરે આ જગ્યાને Borgo Finocchietoના નામથી ઓળખવામાં આવે છે. 13મી શતાબ્દીમાં બનેલ આ ગામમાં પાંચ મોટા વિલા છે. બોરગો શબ્દનો મતલબ ઇટાલિયનમાં ગામડું થાય છે. Finocchietoનો ઇટાલિયનમાં મતલબ ઓર્કિડ થાય છે. 2001માં આ પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિને આઠ વર્ષ લાગ્યાને જગ્યાને આવું રૂપ આપવામાં.
લગ્ન પહેલા મળી રહેલ અહેવાલમાં મિલાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સેલિબ્રિટી કપલે મિલાનથી ચાર કલાકના અંદરે સાઉથ અટલીના ટસ્કનીમાં સાત ફેરા ફર્યા. જ્યાં વિરાટ-અનુષ્કાના લગ્નનો સમારોહ યોજાયો હતો તે એક ઐતિહાસિક સ્થળ છે.
ત્રણ વર્ષ પહેલા હાર્પર મેગેઝીન માટે આપવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કમા શર્માએ કહ્યું હતું કે, જો તે ડેસ્ટિનેશન વેડિંગ કરશે તો વિનયાર્ડ જેવી જગ્યા તેની પ્રથમ પસંદગી હશે. 2017માં થયેલ આ લગ્નમાં પણ અનુષ્કાની પસંદ વિનયાર્ડ ખાસ રહ્યું.
ઇટલીના ટસ્કીનમાં 11 ડિસેમ્બર, સોમવારે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા. ઇટલીનો આ વિસ્તાર શહેરથી ખૂબ જ દુર છે. આ સુરક્ષિત સ્થળ છે. સામાન્ય રીતે આ જગ્યા ઠંડીમાં બંધ રહે છે. જોકે વિરાટ-અનુષ્કાના લગ્ન માટે તેને ડીસેમ્બરમાં ખોલવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -