Family Love :વિરાટ તેમની દીકરીને દરેક સુખ-સુવિધા આપી રહ્યો છે, આટલા લાડ-કોડ હોવા છતાં પણ વિરાટને એક વાતનો રંજ છે. વિરાટને ને એક વસ્તુની ખોટ લાગે છે જે તે ક્યારેય ભરી શકશે નહીં.
દીકરી દરેક પિતા માટે વ્હાલનો દરિયો હોય છે. એક પિતા ખરેખર પોતાની દીકરીને પરીઓની જેમ ઉછેરે છે અને વિરાટ કોહલી પણ તેની દીકરી વામિકાનો આવી જ રીતે ઉછેરી રહ્યો છે. વિરાટ તેમની દીકરીને દરેક સુખ-સુવિધા આપી રહ્યો છે, આટલા લાડ-કોડ હોવા છતાં પણ વિરાટને એક વાતનો રંજ છે. વિરાટને ને એક વસ્તુની ખોટ લાગે છે જે તે ક્યારેય ભરી શકશે નહીં.
વિરાટની જિંદગીમાં શું ખોટ છે?
હકીકતમાં, 2006 માં, વિરાટ કોહલીના પિતાનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું અને એક ઇન્ટરવ્યુમાં વિરાટે ભારે હૃદય સાથે કહ્યું હતું કે, તે ખૂબ જ દુઃખી છે કે તે તેની પુત્રી વામિકાને જોઈ ન શક્યા. વિરાટનું માનવું હતું કે તે તેની પુત્રીના જીવનમાં દાદાની કમી ક્યારેય પૂરી કરી શકશે નહીં,
દાદાનો પ્રેમ ક્યારેય નહીં મળે
વિરાટનું આ બાબતે ઉદાસ હોવું યોગ્ય છે. હકીકતમાં, જેમણે તેમના દાદા-દાદી સાથે સમય વિતાવ્યો હોય, તે જ જાણી શકે છે કે,દાદા-દાદીનો પ્રેમ બાળક માટે કેટલો ખાસ હોય છે. તેમનો ઉછેર અને તેમની નિઃસ્વાર્થ ભાવના તેમજ વટવૃક્ષની છત્રછાયા એટલી વિશિષ્ટ હોય છે જે અન્ય કોઈ સંબંધમાં નથી.
ગ્રાન્ડ પેરેન્ટ્સનો અનુભવ ખૂબ કામ આવે છે
આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સના અનુભવો આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની પાસે જીવનનો ઘણો અનુભવ છે જે દરેક વળાંક પર કામમાં આવે છે. એટલું જ નહીં, આપણે આપણા દાદા-દાદી પાસેથી અમારા પરિવારનો સંપૂર્ણ ઇતિહાસ પણ જાણીએ છીએ. વિરાટને આ વાતનો રંજ છે કે, વામિકાને ગ્રાન્ડ પેરેન્ટસનો પ્રેમ નથી મળતો.
આ પણ વાંચો
બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત