BCCI Official on Virat Kohli Rohit Sharma: સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમમાં વિખવાદને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. એકબાજુ રોહિત શર્મા છે તો બીજીબાજુ વિરાટ કોહલી છે. બન્ને સામ સામે આવી ગયા હોય એવી વાતા હાલ ચાલી રહી છે. આ બધો વિવાદ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપને લઇને ઉઠ્યો છે. જોકે, હવે આ બધાની વચ્ચે બીસીસીઆઇએ મોટુ નિવેદન આપ્યુ છે. બીસીસીઆઇએ કહ્યું કે ટીમ ઇન્ડિયામાં જે કંઇપણ થઇ રહ્યું છે તેને હળવાશથી નહી લેવામાં આવે. 


બીસીસીઆઇના એક અધિકારીએ ઇનસાઇડ સ્પોર્ટને જાણકારી આપી છે કે, વિરાટ કોહલીને સોમવારે ટીમ સાથે જોડાવવાનુ હતુ, પરંતુ તે એક દિવસ બાદ ટીમ સાથે જોડાશે. તેને બોર્ડને બતાવ્યુ કે તે પરિવાર સાથે સમય વિતાવવા માટે રજા લેવા માંગે છે. 


અધિકારીએ કહ્યું કે, કોહલી કેપ્ટનશીપ છીનવાઇ ગયા બાદ આ પ્રકારની રજાઓ લેવા માંગે છે, તે અમે જાણીએ છીએ, પરંતુ આ બધી વાતને હળવાશથી નહીં લેવામાં આવે. બીસીસીઆઇ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે મતભેદ થવાની વાતોને અગાઉ ફગાવી ચૂક્યુ છે પરંતુ હવે આ વાત સામે આવી ચૂકી છે. 


બીસીસીઆઇ અધિકારીએ ઇનસાઇડ સ્પોર્ટને બતાવ્યુ કે, સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ અમે બન્ને કેપ્ટનોની સાથે બેસીશુ અને આગળનો રસ્તો કાઢીશું. કોહલીને વનડેની કેપ્ટનશીપ પરથી હટાવવાનો ફેંસલો ટીમના હિતમાં લેવામાં આવ્યો હતો, અને વિરાટે આ પ્રકારે રિએક્ટ નહતુ કરવુ જોઇતુ. રોહિત અને કોહલીએ સાથે રમવુ જોઇએ. વિરાટ ટીમ માટે મહત્વનો ખેલાડી છે.


 


 


આ પણ વાંચો


બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો


Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ


Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત