દેશભરમાં ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે.. જો કે હવે ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે. સવાર-સાંજ લોકો ધ્રુજારી અનુભવવા લાગ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો જુદા જુદા ઉપાયો કરવા લાગ્યા છે. ઘરની બહાર સ્વેટર-જેકેટનો સહારો લઈ રહ્યા છે જ્યારે ઘરમાં રજાઇ- ધાબળાનો ઉપયોગ કરી રહ્યા છે.


કેમ દેખાય છે સ્પાર્ક ?


શિયાળાની ઋતુમાં તમે ઘણીવાર અનુભવ્યું હશે કે તમે ઓઢેલા કે પહેરલા ઉનના કપડા કાઢીએ ત્યારે કટ કટ જેવો અવાજ સંભળાય છે. જે તમને કરંટનો નાનો એવો ઝટકો લાગ્યો હોય તેવો અહેસાસ થાય છે. ઘણીવાર તો સ્પાર્ક થતો દેખાય છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે? કદાચ બહુ ઓછા લોકો હશે જેઓ આ વિશે જાણતા હશે. ચાલો જાણીએ કે શા માટે શિયાળામાં ઉનના કપડાંમાંથી સ્પાર્ક જેવુ મહેસુસ થાય છે.


અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને શું કહ્યું? 


Sજે રીતે બે ઈલેક્ટ્રીક વાયર અથવા વાદળો અથડાય ત્યારે આપણને સ્પાર્ક જોવા મળે છે.  એવું જ સ્વેટર અને ધાબળા ઓઢીએ અથવા વાળીએ ત્યારે થાય છે. તેની પાછળનું વિજ્ઞાન તારા અને વાદળો જેવું જ છે. અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને 1752માં કહી દીધું હતું કે વીજળી અને કપડાંમાં ઉત્પન્ન થતી સ્પાર્ક વાસ્તવમાં એક જ ઘટના છે. પરંતુ આના પર નક્કર તથ્યો એકત્રિત કરવામાં અને તેને સાચા કરવામાં 2000 વર્ષથી વધુનો સમય લાગ્યો.


આના લીધે દેખાય છે સ્પાર્ક


જ્યારે આપણે ઠંડીમાં સ્વેટર ઉતારીએ છીએ ત્યારે સ્વેટર આપણી સ્કીન સાથે ઘસાય છે જેના લીધે આપણાં શરીર પરના વાળ ઊભા થઈ જાય છે. જે બાદ કપડામાં એક રીતે ચાર્જ એકઠો થઈ જાય છે. સાથે જ સ્થિર વીજળી ઉત્પન્ન થાય છે. જ્યારે કપડાં આપણી ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે આ સ્થિર વીજળીના કારણે સ્વેટરને દૂર કરતી વખતે કરંટની સ્થિતિ ઊભી થાય છે કારણ કે કપડાં અને શરીરનો કરંટ અથડાય છે અને આપણને તણખા દેખાય છે. આ આકર્ષણ અને પ્રતિકૂળતાને કારણે આપણને કટ કટનો અવાજ પણ સંભળાય છે. સાદી ભાષામાં કહીએ તો ગરમ કપડાંમાં ભેગી થતી સ્થિર વીજળીને કારણે સ્પાર્ક બહાર આવે છે. આ પ્રકારનો અવાજ સિન્થેટિક અથવા વૂલન કપડાંમાંથી આવે છે.


સુતરાઉ કપડાંમાંથી નથી આવતો અવાજ


બીજી બાજુ જ્યારે આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ અથવા ફ્લોર પર ખુલ્લા પગ રાખીએ છીએ ત્યારે આ અવાજ સંભળાતો નથી. આનું કારણ એ છે કે ઘર્ષણથી ઉત્પન્ન થતી વીજળી ખુલ્લા પગ દ્વારા ફ્લોરમાં સમાઈ જાય છે. એટલા માટે આપણને સ્પાર્કનો અવાજ સંભળાતો નથી. ઠંડીની ઋતુમાં હવા સૌથી વધુ શુષ્ક હોય છે. તેથી ઘર્ષણને કારણે વધુ તીવ્ર વીજળી ઉત્પન્ન થાય છે. જેના કારણે કટ કટનો અવાજ સંભળાય છે.