Winter Tips: અત્યારે સમગ્ર દેશમાં શિયાળાની ઋતુ જામી છે, ઠંડીનો માહોલ છે, અને ઠંડીથી બચવા માટે લોકો અવનવા અખતરા કરી રહ્યાં છે, જોકે આ બધાની વચ્ચે લોકો ઠંડીથી બચવા માટે શિયાળાની ઠંડી રાત્રે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને સૂએ છે, પરંતુ શું તમને ખબર છે, આ ગરમ કપડાં ફાયદાકારક છે કે નુકશાનકારક, નહીં ને, જાણો અહીં..... 


રાત્રે ગરમ કપડાં પહેરીને સૂવુ એક નુકશાનકારક છે - 
એક રિપોર્ટ અને રિસર્ચ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે, રાત્રે ગરમ ઊની કપડાં પહેરીને સૂવું ત્વચા માટે નુકસાનકારક છે, કેમ કે ઊનના બનેલા કપડા પહેરીને સૂવાથી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે. એ જ રીતે ત્વચામાં ખંજવાળ અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.


રિપોર્ટ પ્રમાણે, આવા ઊનના કપડાં આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. ઊનમાંથી બનાવેલા કાપડ કપાસના બનેલા કાપડ કરતાં વધુ સખત હોય છે. ઊનના તંતુઓ સાથે સીધો સંપર્ક ત્વચામાં ઘર્ષણ અને કટનું કારણ બની શકે છે. પગમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા ઊની મોજાં પહેરીને સૂતા લોકોમાં વધુ જોવા મળે છે. વાસ્તવમાં, ઊનમાંથી બનેલા મોજાં પગમાંથી નીકળતા પરસેવાને સારી રીતે શોષી શકતા નથી અને તેનાથી પગમાં બેક્ટેરિયા વધે છે અને ફૂગ જેવી ત્વચાની સમસ્યા ઉપરાંત પગમાં દુર્ગંધ આવવાની સમસ્યા પણ થાય છે.


આ ઉપરાંત પણ બીજી સમસ્યાઓનો ભોગ બની શકાય છે - 
હાઈ બ્લડ પ્રેશર અંગેના કેટલાક રિસર્ચ અને સ્ટડી અનુસાર, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ રાત્રે સ્વેટર અથવા ઊની કપડાં ન પહેરવા જોઈએ. તેનાથી તેમનું બીપી વધી શકે છે અને ચિંતા કે બેચેની પણ થઈ શકે છે. હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે એ જ રીતે હૃદયરોગથી પીડિત લોકોને પણ રાત્રે ઊનના કપડાં પહેરવાની મનાઈ છે. વાસ્તવમાં, વૂલન કપડાને કારણે, હવા સાથે શરીરનો સંપર્ક સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જેના કારણે શરીરનું તાપમાન વધી શકે છે અને તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. 


નોંધઃ આ લેખ મીડિયા રિપોર્ટ અને અન્ય સ્ટડી પર આધારિત છે, આમાં દર્શાવેલા બિન્દુઓ કેટલા સાચા કેટલા ખોટા તેની એબીપી અસ્મિતા પુષ્ટી કરતુ નથી, કોઇપણ કાર્ય કરતા પહેલા વિશેષણોની સલાહ લેવી જરૂરી છે.