Skin care tips: ઉંમર સાથે ત્વચાની કસાવટ જાળવવા માટે એન્ટીઑકિસડન્ટ ખોરાકનું સેવન કરો. વિટામિન-A, D, E, Omega 3 ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓ તમારા આહારમાં હોવી જોઈએ. આમાં વિટામિન સી સૌથી મહત્વપૂર્ણ છે. તેનાથી ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધે છે અને ઢીલી ત્વચાની સમસ્યા દૂર થાય છે.
વધતી ઉંમર સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે, જેમાં અસરકારક ઉપાય એ છે કે ચહેરા પર મસાજ કરવો. તેનાથી ત્વચા ટાઈટ અને હાઈડ્રેટ રહેશે. તમે ચહેરાની મસાજ માટે નારિયેળથી લઈને ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.
ત્વચામાં કસાવટ અને ગ્લોને યથાવત રાખવા માટે સારી ડાયટ અને ઊંઘ જરૂરી છે. રાત્રે ઓછામાં ઓછી 7થી 8 કલાક ઊંઘ લો.
વધુ તણાવના કારણે વાળ ખરવાની સાથે તેની ત્વચા પર પણ અસર થાય છે. પર્યોપ્ત માત્રામાં પાણી પીઓ અને મેડિટેશન અને યોગ કરો
અઠવાડિયામાં એકવાર, ત્વચા માટે જરૂરી સ્ક્રબિંગ કરો. આ માટે ખાંડ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. સ્ક્રબિંગ પછી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ પણ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે.
Beauty Tips: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું આ છે બ્યુટી સિક્રેટ, જે તેની સ્કિને બનાવે બેહદ ખૂબસૂરત
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની સ્ટાઇલ બોલિવૂડથી હોલિવૂડ સુધી છવાયેલી છે. પ્રિયંકા અનેક વખત તેની ફ્લોલેસ સ્કિનને ફ્લોટ કરે છે. જો આપ પણ દેશી ગર્લ જેવી સ્કિન ઇચ્છતા હો તો આ ટિપ્સ અપનાવો
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેના શાનદાર અભિનયની સાથે સાથે તેની ગ્લોઇંગ સ્કિન અને ખૂબસૂરતીના કારણે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પ્રિયંકા ચોપરાએ 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પરંતુ બંનેની સુંદર જોડી જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે, બંને વચ્ચે ઉંમરનું આટલું મોટું અંતર છે. તેની પાછળનું મોટું કારણ છે પ્રિયંકા ચોપરાની ફ્લોસલ સ્કિન, જે વધતી ઉંમરને માત આપે છે.
પ્રિયંકા અવારનવાર તેના ફેન્સ સાથે તેના બ્યુટી સિક્રેટ શેર કરતી રહે છે. આપ પણ પ્રિયંકા જેવી ત્વચા મેળવવા માટે આ દિનચર્યાને અનુસરી શકો છો.
દહીં-હળદરનો ફેસ પેક
ત્વચાની સંભાળ રાખવા માટે પ્રિયંકા તેના ચહેરા પર દહીં અને હળદરનો પેક લગાવે છે. જ્યારે પણ તે તેની ત્વચાને નિસ્તેજ થતી જુએ છે. તો તે અચૂક આ પેક લગાવે છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે.
સૂતા પહેલા નારિયેળ તેલ
પ્રિયંકા એક સામાન્ય પરિવારમાં ઉછરી છે, તેથી તે દાદીના પ્રિસ્ક્રિપ્શનની મદદથી તેની ત્વચાની સંભાળ રાખે છે. પ્રિયંકા પોતાનો મેકઅપ ઉતારવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. તમે સૂતી વખતે નારિયેળ તેલ લગાવીને પણ ચહેરો સાફ કરી શકો છો. નારિયેળનું તેલ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી ભીના ટુવાલથી ચહેરાને હળવા હાથે લૂછી લો. આ તમારી ત્વચાને સ્વચ્છ અને હાઇડ્રેટેડ રાખે છે.
હેર ઓઇલ મસાજ
પ્રિયંકાના સુંદર વાળનું રહસ્ય હૂંફાળા નારિયેળ અને એરંડાના તેલની માલિશ છે. હેડ ચેમ્પી બાદ પ્રિયંકા ગરમ રૂમાલથી તેના વાળ બાંધે છે. તે પછી શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર લગાવે છે. પ્રિયંકા નાનપણથી જ આવું કરતી આવી છે. તેનાથી વાળ કાળા અને જાડા છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.