મખાના ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. છેલ્લા કેટલાક સમયથી મખાનાની ડિમાન્ડ વધી ગઇ છે. પહેલા સામાન્ય રીતે લોકો વ્રતમાં કે ફરાળમાં મખાના ખાતા હતા. મખાનાની વધતી માંગનું કારણ છે કે તે ખૂબ પૌષ્ટિક હોય છે. મખાનામાં કેટલાક ગુણકારી તત્વ રહેલા છે. જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિત રીતે મખાનાનું સેવન કરતી મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન થાક કે નબળાઇ નથી અનુભવાતી. 


મખાના શરીરમાં એસેડિક એકશનને કન્ટ્રોલ કરે છે. જેનાથી પિરિયડ્સ દરમિયાન હેવી ફ્લો ઓછો થાય છે. મોટાભાગની મહિલાઓ એનીમિયાની પરેશાનીથી પીડિત હોય છે. મખાના ઝિંક, આયરનનો ખજાનો હોવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નથી થતી.


મખાનામાં એન્ટિએજિંગ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જેના કારણે સ્કિન યંગ કરે છે. વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ મખાનાનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને વેઇટ લોસમાં પણ મદદ મળે છે.


100 ગ્રામ મખાનામાં 40 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત રાખવા માટે પર્યાપ્ત છે. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે મખાના લેવાથી ઊંઘ સારી આવે છે. મખાના ખાવાથી ઓસ્ટિયોપોરિસિસ, અર્થરાઇટિંસ,જોઇન્ટ પેઇનની સમસ્યાથી પણ મુક્તિ મળે છે



મખાનમાં ખૂબ જ ઓછી કેલરી રહેલી છે. જેના કારણથી જે લોકો વજન ઘટાડવા માંગે છે તો ઇવનિંગ સ્નેક્સમાં તમે મખાના સામેલ કરી શકો છો.  મખાનામાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન રહેલા છે. તેમા મેગ્નેશ્યિમ પણ હોય છે જે હેલ્ધી હૃદય માટે જરૂરી હોય છે. તે સિવાય તે લોહીમાં રહેલા કેલ્શ્યિમ, પોટેશિયમ અને સોડિયમના લેવલને નિયંત્રિત કરે છે. મખાનામાં આર્યન પણ હોય છે જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા અને ઓક્સિજનના પ્રવાહ માટે જરૂરી છે.


મખાનાને તમે અનેક રીતે સેવન કરી શકો છો.  તે સિવાય તમે તેને શેકીને પણ ટ્રાય કરી શકો છો. પરંતુ ઘીમાં શેકેલા મખાના સ્વાદિષ્ટ લાગે છે. તેમા શેકેલા મખાના વધારે ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે. તમે ઇચ્છો તો મખાનામાં મીઠું અને કાળામરી પાઉડર ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો.  મખાના કોઇ સ્વાદ હોતો નથી. તેથી તેમાં મીઠું ભેળવીને ખાઇ શકાય છે. મખાનાને ધીમા તાપે ઘીમાં શેકીને મીઠું ભેળવી ખાવા. આ ઉપરાંત તેની ખીર પણ બનાવામાં આવે છે.