દેશમાં કિશોરીઓ અને યુવતીઓ પીરિયડ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. બજારમાં વિવિધ પ્રકારના સેનેટરી પેડ્સ મળે છે ત્યારે સેનેટરી પેડ્સને લઈને નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અભ્યાસ મુજબ સેનેટરી નેપકીનનો ઉપયોગ મહિલા માટે ઘાતક સાબિત થઈ શકે છે. હા, સેનેટરી પેડમાં એવા રસાયણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  જે ન માત્ર ગંભીર રોગ કેન્સરનું કારણ બની શકે છે પરંતુ મહિલાને વંધ્યત્વનો શિકાર પણ બનાવી શકે છે.

Continues below advertisement


ભારતમાં કિશોરાવસ્થામાં પ્રવેશેલી દર ચારમાંથી ત્રણ છોકરીઓ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. માસિક સ્રાવ દરમિયાન સેનિટરી પેડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સેનેટરી પેડ્સને લઈને એક નવા અભ્યાસમાં કંઈક એવો ખુલાસો થયો છે. જે ખરેખર ડરામણી છે. એક નવા અભ્યાસ મુજબ નેપકીનના ઉપયોગથી કેન્સરનું જોખમ વધી શકે છે. તેમજ વંધ્યત્વની સમસ્યા પણ થઈ શકે છે.


એનજીઓની એક અન્ય પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને સ્ટડી સાથે જોડાયેલા આકાંક્ષા મેહરોત્રાએ જણાવ્યું સૌથી વધુ ચિંતાની વાત તો એ છે કે સેનેટરી પેડનો ઉપયોગ કરવાથી બીમારી વધવાની શક્યતા વધુ છે. મહિલાઓની સ્કીન કરતા વજાઈના પર આ ગંભીર કેમિકલોની અસર જલ્દી અને વધુ થાય છે. જેના લીધે ગંભીર રોગ થવાની શક્યતા વધુ વધી જાય છે.


એનજીઓ Toxics Link ની ચીફ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રીતિ બંથીયા મહેશે જણાવ્યું કે યૂરોપિયન વિસ્તારોમાં આ બધા માટે નિયમો છે જયારે ભારતમાં એવું કઈ ખાસ નથી. જેનાથી ધ્યાન રાખવામાં આવી શકે. જો કે આ BIS ધોરણો હેઠળ આવે છે. પરંતુ તેમાં રસાયણો સંબંધિત કોઈ નિયમ નથી.


64 ટકા છોકરીઓ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરી રહી છે,નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તાજેતરના ડેટા અનુસાર 15થી 24 વર્ષની વયની લગભગ 64 ટકા ભારતીય છોકરીઓ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમયથી વધતી જાગરૂકતાને કારણે તેના ઉપયોગમાં પણ વધારો થયો છે.               


 


IMARC ગ્રુપના જણાવ્યા અનુસાર ભારત સેનિટરી ઉત્પાદનો માટે એક મોટું બજાર છે. વર્ષ 2021માં જ સેનિટરી નેપકિનનું ટર્નઓવર 618 મિલિયન ડોલર હતું. એવો અંદાજ છે કે વર્ષ 2027 સુધીમાં આ બજાર $1.2 બિલિયન સુધી પહોંચી જશે.