Benefits of Eating In Brass Utensils: પિત્તળના વાસણોમાં રાંધવામાં આવેલો ખોરાક તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે લાભપ્રદ છે. જાણો તેના ફાયદા


પિત્તળના વાસણોના સ્વાસ્થ્ય લાભઃ પિત્તળના વાસણોમાં પકાવેલું ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, અમુક ધાતુઓના બનેલા વાસણોમાં પકવવામાં આવેલો ખોરાક તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. આ વાસણોમાં રહેલા પોષક તત્વો રાંધેલા ખોરાક સાથે સીધા શરીરમાં પ્રવેશ કરે છે. જાણો પિત્તળના વાસણોમાં રાંધવાના ફાયદા-


ત્વચાના આરોગ્ય માટે


પિત્તળના વાસણો પૂરતા પ્રમાણમાં મેલાનિન ઉત્પન્ન કરે છે જે ખોરાક સાથે ભળી જાય છે. મેલાનિન ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ હાનિકારક યુવી કિરણો ત્વચાના રોગોથી થી રક્ષણ આપે છે.


શ્વસન રોગોની સારવાર માટે


એવું કહેવાય છે કે, પિત્તળના વાસણમાં રાંધેલો ખોરાક ખાવાથી અથવા પિત્તળના વાસણમાં રાખેલ પાણી પીવાથી અસ્થમા જેવા શ્વસન સંબંધી રોગો મટે છે. સવારે ખાલી પેટ પિત્તળના જગમાં આખી રાત સંગ્રહિત પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે તે કફ, વાત અને પિત્ત દોષને પણ સંતુલિત કરે છે.


લોહી શુદ્ધ કરવું


પિત્તળના વાસણોમાં ખોરાક રાંધવાની પ્રક્રિયા દરમિયાન, તેમાંથી ઝીંક નીકળે છે, જે ખોરાકમાં ભળી જાય છે અને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તેની સાથે હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે.


ખોરાકમાં વધારાનો સ્વાદ


પિત્તળના વાસણોમાં બનતા ખોરાકમાં તેમાંથી કુદરતી તેલ નીકળે છે, જે ભોજનનો સ્વાદ વધારે છે અને કોઈપણ વાનગીમાં વધારાનો સ્વાદ ઉમેરે છે.


આ બાબતો ધ્યાનમાં રાખો


સમય જતાં, પિત્તળના વાસણોની સપાટી પર ઓક્સાઇડનું સ્તર વિકસે છે, જે ટામેટાં, લીંબુ અને સરકો જેવા એસિડિક ઘટકો સાથે સરળતાથી ઓગળી જાય છે. તેથી જ પિત્તળના વાસણોમાં એસિડિક વસ્તુઓ એટલે કે ખાટી વસ્તુઓ  ન રાંધવાની સલાહ આપવામાં આવે છે.આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે હંમેશા સારી ગુણવત્તાવાળા પિત્તળના વાસણો જ ખરીદો જેમાં ટીનનું કોટિંગ સારું હોય. આ કોટિંગ પિત્તળને ઓક્સિડાઇઝિંગથી રક્ષણ આપે છે અને સલામત રસોઈની ખાતરી પણ  આપે છે.


પિત્તળના વાસણ ક્લિન કેવી રીતે રાખવા


પિત્તળના વાસણો સમય જતાં કાળા થઈ જાય છે જ્યારે તેઓ ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપે છે. પિત્તળના વાસણો હંમેશા નવા જેવા ચમકતા રહે તે માટે સાફ કરતી વખતે તેના પર મીઠું અને લીંબુ ઘસો.